(ANI Photo)

બિહાર વિધાનસભા ચૂંટણી રહેલા રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુપ્રસાદ યાદવાના મોટા પુત્ર તેજ પ્રતાવ યાદવે નવો રાજકીય પક્ષ બનાવવાની શુક્રવારે જાહેરાત કરી હતી. લાલુ પ્રસાદ યાદવના મોટા પરિવારમાં તાજેતરમાં વિખવાદના સંકેત મળ્યાં હતાં.

આનાથી કોંગ્રેસ-રાજદના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન માટે ચૂંટણીમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે, જ્યારે ભાજપ અને નીતિશકુમારને ગઠબંધનને ફાયદો થવાની ધારણા છે. તેમનો નવો પક્ષ લાલુ યાદવના નાના પુત્ર તેજસ્વી યાદવને સીધો પડકાર ફેંકે તેવી શક્યતા છે.

તેજ પ્રતાપની પાર્ટીનું નામ ‘જનશક્તિ જનતા દળ’ છે. તેનું ચૂંટણી પ્રતીક ‘બ્લેકબોર્ડ’ છે. તેજ પ્રતાપ યાદવે તેમના સત્તાવાર X હેન્ડલ પર ચૂંટણી પ્રતીક સાથે નવી પાર્ટીનું પોસ્ટર બહાર પાડ્યું હતું અને કેપ્શન આપ્યું હતું હું અને મારી પાર્ટી બિહારના સંપૂર્ણ વિકાસ માટે પૂર્ણ રૂપે સમર્પિત છું. મારો અને મારી પાર્ટીનો હેતુ બિહારમાં સંપૂર્ણ બદલાવ માટે એક નવી વ્યવસ્થાનું નિર્માણ કરવાનો છે. આ પોસ્ટરમાં મહાત્મા ગાંધી, બીઆર આંબેડકર, રામ મનોહર લોહિયા, જય પ્રકાશ નારાયણ અને કર્પૂરી ઠાકુરના ફોટા પણ હતાં.

 

LEAVE A REPLY