REUTERS/Satish Kumar

બાંગ્લાદેશને 11 રનને હરાવીને પાકિસ્તાનને એશિયા કપ ટી-20ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં 28મી સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમવાર મુકાબલો જોવા મળશે.

આ ટુર્નામેન્ટમાં ત્રીજી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળશે. અગાઉની બે મેચમાં ભારતનો વિજય થયો હતો. એશિયા કપ ટુર્નામેન્ટની શરુઆત 1984માં થઈ હતી પરંતુ ક્યારે પણ બંન્ને ટીમ ફાઈનલમાં ટકરાય ન હતી પરંતુ આ વખતે આ 41 વર્ષની રાહનો અંત આવશે. ટીમ ઈન્ડિયાની નજર 9માં ખિતાબ પર રહેશે. અત્યાર સુધી વર્ષ 1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018, 2023માં ખિતાબ જીત્યો છે. તો પાકિસ્તાનની ટીમે અત્યારસુધી 2 વખત ખિતાબ જીત્યા છે. પાકિસ્તાને વર્ષ 2000 અને 2012માં ટૂર્નામેન્ટ જીતી હતી.

એશિયા કપ-2025માં ભારત અને પાકિસ્તાનની મેચોમાં નો હેન્ડશેક સહિત ઘણા વિવાદો જોવા મળ્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) બંનેએ એકબીજાના ખેલાડીઓ વિરુદ્ધ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં ફરિયાદ નોંધાવી છે. ભારતે સાહિબજાદા ફરહાન અને હારિસ રઉફ વિરુદ્ધ, જ્યારે પાકિસ્તાને સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બે મુદ્દા મામલે સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પીસીબીની પ્રથમ ફરિયાદમાં સૂર્યકુમારના નિવેદનો રાજકીય પ્રેરિત હોવાનો આક્ષેપ કરાયો હતો. બીજી ફરિયાદમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનો મામલો સામેલ છે.

 

LEAVE A REPLY