સલમાન ખાન સંચાલિત ટીવી રીયાલિટી શો ‘બિગ બોસ’ છેલ્લા 19 વર્ષથી ચાલી રહ્યો છે. અત્યાર સુધી ઘણા મોટા સ્ટાર્સ આ શોનો ભાગ બન્યા છે. દર વર્ષે અલગ અલગ સ્ટાર્સ આ શોનો ભાગ બને છે. જોકે, ઘણા સ્ટાર્સ એવા પણ છે જેમણે આ શોની ઓફર ફગાવી હતી.
આ શોમાં કામ કરવાનો ઇન્કાર કરનારાઓમાં તનુશ્રી દત્તાનો પણ સમાવેશ થાય છે. તે કહે છે કે, તેને છેલ્લા 11 વર્ષથી આ શોની ઓફર મળી રહી છે, પરંતુ તે તેને સ્વીકારતી નથી. એક મીડિયા ઇન્ટરવ્યુમાં, તનુશ્રીએ કહ્યું હતું કે, ‘શું તમને લાગે છે કે હું આવા શોમાં જઈશ? હું આવી જગ્યાએ રહી શકતી નથી. હું મારા પરિવાર સાથે પણ રહી શકતી નથી. મને ક્યારેય ‘બિગ બોસ’માં રસ નહોતો અને ક્યારેય રહીશ નહીં.
તેમણે મને શોમાં આવવા માટે રૂ. 1.65 કરોડ આપવાની ઓફર કરી હતી. મારા લેવલ પર બીજી એક બોલીવૂડ સેલિબ્રિટી છે. તેમને પણ એટલા જ પૈસા મળ્યા છે. મને ‘બિગ બોસ’માંથી ફોન પણ આવ્યો. તેણે મને વિનંતી કરી અને કહ્યું કે તે મારા આહારનું પણ ધ્યાન રાખશે. પરંતુ મેં કહ્યું કે ભલે તેઓ મને ચાંદનો ટુકડો આપે, હું આ શોમાં આવીશ નહીં.’
