પ્રતિકાત્મક તસવીર

ભારતીય હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘શક્તિ’ વાવાઝોડાને કારણે ખાસ તો દ્વારકા સહિત ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારા માટે ચેતવણી આપી છે. વિભાગના જણાવ્યા મુજબ આ વાવાઝોડું અત્યારે દ્વારકાથી અંદાજે 240 કિલોમીટર દૂર છે અને તે પ્રતિ કલાકે 12 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આવનારા દિવસોમાં તે વધુ ગતિથી દ્વારકા તરફ આગળ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રને સંપૂર્ણપણે સતર્ક રહેવા જણાવ્યું છે. વિભાગે મહારાષ્ટ્ર માટે પણ ચેતવણી આપી છે. આ વાવાઝોડું પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. અનુમાન છે કે ચોથી ઓક્ટોબરે આ સિસ્ટમ ગંભીર તોફાનમાં ફેરવાશે અને પાંચ ઓક્ટોબરે મધ્ય અરબ સાગરના ઉત્તરી ભાગ સુધી પહોંચશે. ત્યાર પછી છ ઓક્ટોબરથી તે પૂર્વ-ઉત્તર પૂર્વ દિશામાં વળી દરિયામાં જ આગળ વધશે. જોકે આ વાવાઝોડાનો પ્રભાવ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠા પર સ્પષ્ટ અનુભવાશે. ખાસ કરીને પાંચથી સાત ઓક્ટોબર વચ્ચે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં અને દરિયાકાંઠે તેજ પવનની શક્યતા છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
આ વાવાઝોડના કારણે મુંબઈ, થાણે, પાલઘર તથા અન્ય કાંઠા વિસ્તારોમાં સમુદ્રની સ્થિતિ અત્યંત ખરાબ રહેવાની સંભાવના છે. તેથી માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

LEAVE A REPLY