સગાઈ
(Photo by NOAH SEELAM / AFP) (Photo by NOAH SEELAM/AFP via Getty Images)

ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અટકળો પછી અભિનેત્રી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા આખરે સગાઈ કરી લીધી છે. શુક્રવારે સોશિયલ મીડિયા પર આ દંપતીની સગાઈની અટકળો ફેલાઈ રહી હતી. આ પછી વિજયની ટીમે સગાઈના સમાચારની પુષ્ટિ કરી હતી. તેમની ટીમે પુષ્ટિ આપી હતી કે આ સેલિબ્રિટી કપલ ફેબ્રુઆરી 2026માં લગ્ન કરશે.

અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે રશ્મિકાએ એક ગુપ્ત સમારંભમાં સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા સાથે ગુપ્ત રીતે સગાઈ કરી હતી. રશ્મિકાએ પણ ઘણી વખત ખુલ્લેઆમ વિજય દેવરકોંડા પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

રશ્મિકા અને વિજયના સંબંધોની ઘણા સમયથી અફવાઓ ચાલી રહી છે. થોડા મહિના પહેલા તેમણે એક જ બીચ પર વેકેશનના ફોટા શેર કર્યા હતા, જેના કારણે ફેન્સમાં વિશ્વાસ વધ્યો હતો કે, તેઓ રિલેશનશિપમાં છે. જોકે, આ પહેલી વાર નથી જ્યારે તેમના અફેરની અફવાઓ સામે આવી હોય. અગાઉ અનન્યા પાંડેએ કોફી વિથ કરણમાં આ વાતનો સંકેત આપ્યો હતો. વિજય દેવરકોંડા રિયાલિટી શોની 7મી સીઝનમાં અનન્યા પાંડે સાથે દેખાયા હતા. રશ્મિકાનું નામ લીધા વિના અનન્યાએ કહ્યું કે વિજય દેવરકોંડા રશ્મીકાને મળવા માટે ઉતાવળમાં છે.

થોડા દિવસો પહેલા વિજય દેવરકોંડાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે પોતાની માર્શલ આર્ટ્સ અને ફિટનેસ બતાવતો જોવા મળ્યો હતો. રશ્મિકાએ તેના પર પ્રેમ વરસાવતા કહ્યું હતું કે તે તેને મળેલા કરતાં વધુને લાયક છે.

LEAVE A REPLY