ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં બુધવાર, 24 સપ્ટેમ્બરે ત્રીજા નોરતાએ ગરબા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક અથડામણ પછી સરકારે અસમાજિક તત્વોના ગેરકાયદે ઘરો અને દુકાનો સામે ગુરુવાર, 9 ઓક્ટોબરે બુલડોઝર કાર્યવાહી કરીને તેને તોડી પાડ્યાં હતાં. સત્તાવાળાએ આશરે 190 કાચા પાકા મકાનો અને દુકાનો તોડી પાડી હતી.
ગેરકાયદે મિલકતો ઉભી કરનારા તોફાની તત્વોને બે દિવસ પહેલા દબાણો ખાલી કરવાની નોટિસ અપાઈઊ હતી. આસમય મર્યાદા પૂર્ણ થતા માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા પંચાયત તેમજ પોલીસ તંત્રની ટીમે ગામમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
24 સપ્ટેમ્બરે લઘુમતી સમાજના હિંસક ટોળાએ ગરબા કરી રહેલા લોકો પર પથ્થરમારો કર્યો હતો તથા દુકાનોમાં તોડફોડ અને આગચંપી કરીને ગામમાં ગભરાટ ફેલાવ્યો હતો. આ પછી પોલીસે દહેગામ તાલુકાના બહિયાલ ગામમાંથી લગભગ 60 લોકોની અટકાયત કરી હતી. હુમલામાં ચાર દુકાનો અને પાંચથી છ વાહનોને નુકસાન થયું હતું. ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમશેટ્ટીએ પત્રકારોને જણાવ્યું હતું કે ‘આઈ લવ મુહમ્મદ’ ટ્રેન્ડની વિરુદ્ધમાં એક હિન્દુ વ્યક્તિએ મૂકેલા વોટ્સએપ સ્ટેટસ લઘુમતી સમુદાયમાં રોષ ફાટી નીકળ્યો હતો.
