વિઝા
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકામાં એડમિનિસ્ટ્રેશનના કોમર્સ ડીપાર્ટમેન્ટના તાજેતરમાં જાહેર થયેલા અધિકૃત ડેટા મુજબ, ઓગસ્ટમાં અમેરિકામાં આવતાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ગત વર્ષના સમાન સમયગાળા કરતાં 19 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ફેડરલ ડેટા પણ ભારતના વિદ્યાર્થીઓમાં 45 ટકા ઘટાડો દર્શાવે છે. અમેરિકામાં અભ્યાસ કરી રહેલા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયો સૌથી વધુ સંખ્યામાં હોય છે. અમેરિકન તંત્ર તેના વિવિધ ઇમિગ્રેશન કાયદામાં ફેરફાર કરે તો વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરવાનું અને રોજગારી મેળવવાનું ઓછું પસંદ કરે તેવી સંભાવના છે.

અમેરિકામાં તંત્ર દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ પર ‘રોકાણ સમયગાળા’ની મર્યાદાઓ અને તેમની ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) દ્વારા થતી આવક પર ટેક્સ લાદવાથી તેમની ઉપર બેગણું જોખમ સર્જાય છે. આ OPT કાર્યક્રમ અંતર્ગત, F-1 વિઝા દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકન કંપનીઓમાં કામ કરી શકે છે.

દેશમાં, વિદેશી વિદ્યાર્થીઓ OPT કાર્યક્રમ અંતર્ગત 12 અથવા તો 24 મહિના સુધી કામ કરવાનો અનુભવ મેળવી શકે છે. ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સીક્યુરિટી (DHS) તેના નિયમોમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂકવાની તૈયારી કરી રહ્યું છે, જેથી એ બાબત નિશ્ચિત કરી શકાય કે F, J, અને I વિઝા ધરાવતા વિદેશીઓને ‘દરજ્જા આધારિત સમયગાળા’ ને બદલે ‘નિશ્ચિત સમય’ માટે પ્રવેશ આપવામાં આવે. આવા વિઝાધારકને ત્યાં સુધી અમેરિકામાં રહેવાની મંજૂરી મળે છે જ્યાં સુધી તેઓ નોન-ઇમિગ્રન્ટ વિદ્યાર્થી તરીકે રહેતા હોય.

LEAVE A REPLY