પ્રતિકાત્મક તસવીર (istockphoto)

આક્રમક ટેરિફ નીતિઓનો બચાવ કરતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે આક્રમક ટેક્સથી અમેરિકા વિશ્વનો “સૌથી ધનિક” અને “સૌથી આદરણીય” દેશ બન્યો છે. ટેરિફનો વિરોધ કરતાં લોકો મુર્ખ છે. શ્રીમંતો સિવાય દરેક અમેરિકનને ટૂંક સમયમાં તેમના વહીવટીતંત્ર દ્વારા એકત્રિત કરાયેલ ટેરિફ આવકમાંથી ઓછામાં ઓછા $2,000 મળશે.

ટેરિફ લાદવાની ટ્રમ્પની સત્તા અંગે સુપ્રીમ કોર્ટે આશંકા વ્યક્ત કર્યા પછી તેમણે આ ટીપ્પણી કરી હતી. ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર લખ્યું કે જે લોકો ટેરિફનો વિરોધ કરે છે તેઓ મૂર્ખ છે! આપણે હવે વિશ્વનો સૌથી ધનિક, સૌથી આદરણીય દેશ છીએ, લગભગ કોઈ ફુગાવો નથી અને શેરબજાર રેકોર્ડ સ્તરે છે. આપણે ટ્રિલિયન ડોલર લઈ રહ્યા છીએ અને ટૂંક સમયમાં જ આપણા જંગી દેવુ $૩૭ ટ્રિલિયન ચૂકવવાનું શરૂ કરીશું. યુએસએમાં રેકોર્ડ રોકાણ આવી રહ્યું છે. પ્લાન્ટ અને ફેક્ટરીઓમાં વધારો થઈ રહ્યો છે. દરેક વ્યક્તિને ઓછામાં ઓછા $2000નું ડિવિડન્ડ (ઉચ્ચ આવક ધરાવતા લોકો સિવાય!) ચૂકવવામાં આવશે.

તેમણે દાવો કર્યો હતો કે તેમની ટેરિફ નીતિને કારણે સ્થાનિક રોકાણમાં વધારો થયો છે, અને “માત્ર ટેરિફને કારણે જ કંપનીઓ અમેરિકામાં ફેક્ટરી લગાવી રહી છે.

LEAVE A REPLY