(PTI Photo)

બિહારમાં વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાની 122 બેઠકો પર મંગળવાર, 11 નવેમ્બરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો હતો. ચૂંટણીનું રિઝલ્ટ 14 નવેમ્બરે જાહેર થશે.6 નવેમ્બરે પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં રેકોર્ડ 65 ટકા મતદાન થયું હતું. આ 122 બેઠકો પર કુલ 1302 ઉમેદવારો મેદાનમાં છે.

બિહારમાં થોડા ટૂંકા વિક્ષેપો સિવાય છેલ્લાં 20 વર્ષથી મુખ્યપ્રધાન નીતિશકુમારની જેડીયુ અને ભાજપના બનેલા NDA ગઠબંધનની સરકાર છે. એનડીએ સરકાર અગાઉની RJD-કોંગ્રેસ સરકારના ‘જંગલ રાજ વિરુદ્ધ સુશાસન’ની છબી પર આધાર રાખી રહી છે. બીજી તરફ વિપક્ષી મહાગઠબંધન સત્તા વિરોધી લહેર અને તેના મુખ્યપ્રધાન ઉમેદવાર તેજસ્વી યાદવના દરેક ઘર માટે સરકારની નોકરી વચન પર આધાર રાખે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 રેલીઓ સંબોધિત કરી હતી અને એક રોડ-શો કર્યો હતો. મોદીએ ખાસ કરીને લાલુનું જંગલ રાજ લોકોને યાદ અપાવીને વિકાસનો મુદ્દો ઉઠાવ્યો હતો. ચૂંટણીપ્રચારના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જાહેર સભાઓ ગજવી હતી. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે સીમાંચલ પ્રદેશના કિશનગંજ અને પૂર્ણિયા જિલ્લામાં રેલીઓને સંબોધિત કરી હતી, જ્યાં મુસ્લિમોની વસ્તી મોટી છે. મુસ્લિમોનું સમર્થન વિપક્ષી ઇન્ડિયા બ્લોક માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

રાહુલ ગાંધીજીએ ઉત્સાહી પ્રચાર અભિયાન ચલાવ્યું હતું. તેમણે કુલ 15 ચૂંટણી સભાઓને સંબોધિત કરી હતી. તેમણે બે મહિના પહેલા એક પખવાડિયા લાંબી વોટર અધિકાર યાત્રા કાઢી હતી. આ યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો હતો, જોકે તેમના વોટચોરીના આરોપો જનતાને આકર્ષી શક્યા નથી.

સત્તારૂઢ એનડીએ તરફથી અમિત શાહે સૌથી સઘન પ્રચાર કર્યો હતો. તેઓ ઘણા દિવસો સુધી રાજ્યમાં રોકાયા હતાં. આ ચૂંટણીમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પહેલી વાર બિહારમાં પ્રચાર કર્યો હતો. તેમણે 10 રેલીઓ અને એક રોડ શો સાથે જોરશોરથી પ્રચાર કર્યો હતો.

ભાજપના સ્ટાર-પ્રચારકો જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી અને શિવરાજ સિંહ ચૌહાણ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, આસામના સીએમ હિમંત બિસ્વા શર્મા અને મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ ઉપરાંત અભિનેતામાંથી રાજકારણી બનેલા રવિ કિશન અને મનોજ તિવારીએ પ્રચાર કર્યો હતો.

સતત પાંચમી વખત સત્તા પર મેળવવાના લક્ષ્યાંક સાથે જેડી(યુ) સુપ્રીમો સીએમ નીતિશ કુમારે શાંત પણ દૃઢ પ્રચાર કર્યો હતો. એક પખવાડિયા પહેલા સમસ્તીપુરમાં મોદીની પ્રથમ રેલીમાં તેમની સાથે સ્ટેજ પર દેખાય પછી, નીતિશ કુમાર પીએમની કોઈપણ જાહેર સભા કે પટનામાં રોડ શોમાં જોવા મળ્યા ન હતાં

 

LEAVE A REPLY