November 11, 2025. REUTERS/Stringer

પાકિસ્તાનનની રાજધાની ઇસ્લામાબાદમાં એક કોર્ટની બહાર મંગળવાર, 11 નવેમ્બરે થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા અને અને 20 અન્ય ઘાયલ થયાં હતાં. આ હુમલો રાજધાનીના G-11 વિસ્તારમાં કોર્ટ સંકુલના પ્રવેશદ્વાર પાસે થયો હતો.

સરકારી પાકિસ્તાન ટેલિવિઝન (પીટીવી) ના અહેવાલ મુજબ, બચાવ અધિકારીઓએ 12 મૃતદેહો બહાર કાઢ્યા હતો. વિસ્ફોટમાં માર્યા ગયેલા 12 વ્યક્તિઓના મૃતદેહોને PIMS (પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ઘાયલોને PIMS હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા છે.

પીટીવીએ વધુમાં અહેવાલ આપ્યો હતો કે તે એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ હતો. આત્મઘાતી બોમ્બરનું માથું રસ્તા પર પડેલું મળી આવ્યું હતું. આ વિસ્ફોટની જવાબદારી કોઈ સંગઠન કે વ્યક્તિએ લીધી ન હતી, પરંતુ પાકિસ્તાન અને અફઘાન તાલિબાન વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત નિષ્ફળ ગયાના થોડા દિવસો પછી આ હુમલો થયો છે.

 

LEAVE A REPLY