પાકિસ્તાન
November 13, 2025. REUTERS/Waseem Khan

પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદમાં ગયા સપ્તાહે મંગળવારે બોમ્બ ધડાકામાં 12થી વધુ લોકોના મોત થયા પછી ફરી એકવાર શ્રીલંકન ક્રિકેટ ટીમના પ્રવાસ સામે જોખમ ઉભું થયું હતું ત્યારે પાકિસ્તાનના ગૃહ પ્રધાન અને ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ શ્રીલંકાના ખેલાડીઓ તથા સરકારને ટીમની સુરક્ષા માટે સેનાના સુરક્ષા કવચની, ટીમને સત્તાવાર વિદેશી મહેમાનોના સ્તરની સલામતીની બાહેંધરી આપી સીરીઝને પડતી મુકાવામાંથી ઉગારી લીધી હતી.

મીડિયા અહેવાલો અનુસાર પ્રાથમિક રીતે તો પ્રવાસી ટીમના આઠ ખેલાડીઓ શ્રીલંકા પાછા જવા ઈચ્છતા હતા, પણ સરકાર અને ક્રિકેટ બોર્ડે દેશની ટીમમાં તેમના ભાવિ વિષે સમીક્ષાની ધમકી આપીને પાકિસ્તાન છોડતા અટકાવ્યા હતા.

એ પછી એક દિવસના વિલંબ સાથે શ્રીલંકન ટીમે ત્રણ વન-ડેની સીરીઝ પુરી કરી હતી. ટીમે હજી પાકિસ્તાન પ્રવાસમાં સાત ટી-20 મેચની ત્રિકોણિયા સીરીઝમાં ઝિમ્બાબ્વે તથા પાકિસ્તાન સામે પણ રમવાનું છે. તે સીરીઝ મંગળવાર ને 18 નવેમ્બરથી શરૂ થશે અને શનિવાર, 29મીએ તેની ફાઈનલ રમાશે. આ તમામ મેચ રાવલપિંડીમાં રમાવાની છે.

LEAVE A REPLY