બોલીવૂડના જાણીતા કપૂર ખાનદાન-પૃથ્વીરાજ કપૂર અને રાજ કપૂરની વિરાસતને આગળ વધારવા માટે તેમનો પૌત્ર રણબીર કપૂર નવું મિશન શરૂ કરી રહ્યો છે. તેના દાદા રાજ કપૂર દ્વારા શરૂ કરાયેલા આરકે સ્ટુડિયોને ફરીથી  કાર્યરત કરવા માટે તે વિચારી રહ્યો હોવાનું કહેવાય છે.
તે માત્ર બિઝનેસને ધ્યાનમાં રાખીને સ્ટુડિયો ફરી શરૂ કરવાને બદલે પારિવારિક વિરાસતને યાદગાર બનાવવા ઇચ્છે છે. આરકે સ્ટુડિયોમાં રણબીર એવી ફિલ્મનું નિર્માણ કરવા ઇચ્છે છે, જે તેની વિરાસતને વર્તમાન સાથે જોડીને દર્શકોને ગમે તેવી ફિલ્મ બનાવી શકે. સૂત્રોના જણાવ્યા મુજબ રણબીર ગંભીર રીતે આયોજન કરી રહ્યો છેછે, તેના માટે તે કેટલીક સ્ક્રિપ્ટ પર પણ કામ કરી રહ્યો છે અને તે ટૂંક સમયમાં તેનું શૂટિંગ શરુ કરવા ઇચ્છે છે. તે સ્ટુડિયોને મુંબઇના એક જાણીતા ક્રિએટીવ હબ તરીકે ફરીથી જાણીતો કરવા ઇચ્છે છે, તેમાં ઓફિસ સાથે ઇન્ડસ્ટ્રીમાં વિવિધ ફિલ્મકાર સાથે જોડાઈને સ્ક્રિનીંગ થિએટર જેવી જગ્યા પણ શરૂ કરવા ઇચ્છે છે. અગાઉ તેની ઇચ્છા તેના સ્વ. પિતા રિશિ કપૂરના સિનેમાના વારસાને આગળ વધારવાનું સપનું પૂરું કરવાની પણ છે. આ સાથે જ રણબીર ફિલ્મ દિગ્દર્શનમાં પણ પદાર્પણ કરવા ઇચ્છે છે. સાથે જ તેનું આ પ્રોડક્શન હાઉસ ઇન્ડસ્ટ્રીના કેટલાક જાણીતા ફિલ્મ મેકર્સને મદદ પણ કરશે, તેમાં દીપિકા પદુકોણ અને અયાન મુખર્જી સાથે ફિલ્મ થઈ રહી હોવાની પણ ચર્ચા છે.
આરકે સ્ટુડિયો શરૂ કરવો એ એક મોટી ઘટના ગણાશે, જેનાથી રાજ કપૂરની ફિલ્મોના સોનેરી યુગને  પણ એક શ્રદ્ધાંજલિ આપવા ઇચ્છે છે. આરકે સ્ટુડિયોની સ્થાપના રાજ કપૂરે 1948માં કરી હતી. જેમણે કેટલીક ખૂબ લોકપ્રિય ‘આવારા (1951)’, ‘બરસાત(1949)’, ‘મેરા નામ જોકર(1970)’, ‘બોબી(1973)’, ‘સત્યમ શિવમ સુંદરમ(1978)’, ‘પ્રેમ રોગ(1982)’, ‘રામ તેરી ગંગા મેલી(1985)’ જેવી ફિલ્મ બનાવી હતી અને આ તેમની નિધન પહેલાની અંતિમ ફિલ્મ હતી.
આરકે ફિલ્મ્સની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ 1999માં આવેલી ‘આ અબ લૌટ ચલે’ ફિલ્મ હતી, જેનું દિગ્દર્શન ઋષિ કપૂરે કર્યું હતું. ધીરે ધીરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કેન્દ્ર મુંબઇથી ઉત્તર ભારતના નાના ગામો સુધી વિસ્તરી જવાને કારણે આરકે સ્ટુડિયોની ફિલ્મો આવતી બંધ થઈ ગઈ. અંતે 2017માં એક રિયાલિટી શોના શૂટ દરમિયાન આરકે સ્ટુડિયોમાં આગ લાગી, તેમાં સ્ટુડિયોને ઘણું નુકસાન થયું, ઘણા કિંમતી કોસ્ચ્યુમ્સ, યાદ સાથે ઘણું બધું આગમાં ભસ્મ થઈ ગયું. તેની જાળવણીનો ખર્ચ પહોંચી વળાય તેમ ન હોવાથી અને તેને ફરી બનાવવાનો કોઈ મતલબ ન હોવાથી કપૂર પરિવારે આ સ્ટુડિયો વેચવાનો નિર્ણય લીધો હતો. એક તરફ રણબીર અને આલિયાએ રાજ અને કૃષ્ણા રાજ કપૂરના બંગલામાં પોતાનો બંગલો બનાવ્યો છે અને તે દિવાળી પર આલિયા અને નીતુ કપૂર સાથે ત્યાં રહેવા ગયો છે. આમ હવે આરકે સ્ટુડિયોને જીવંત કરવાનો વિચાર તેના મોટા આયોજનનો ભાગ હોવાની ચર્ચા છે.

LEAVE A REPLY