(ANI Photo)

કાશ્મીરી પંડિત હેરિટેજ ફાઉન્ડેશન (KPHF-UK)એ યુકે હાઉસ ઓફ કોમન્સ ખાતે જમ્મુ-કાશ્મીરના ભારત સાથેના જોડાણ દિવસની ગૌરવપૂર્ણ અને પ્રતીકાત્મક રીતે ઉજવણી કરી હતી. તેમાં 1947માં ભારત સાથે આ પ્રદેશના જોડાણની કાયમી બંધારણીય અને ઐતિહાસિક કાયદેસરતા પર ભાર મૂકાયો હતો.

હેરો ઈસ્ટના કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એ બાબતની પુષ્ટિ થઈ હતી કે 26 ઓક્ટોબર, 1947ના રોજ મહારાજા હરિ સિંહ દ્વારા હસ્તાક્ષર કરાયેલ જોડાણનો કરાર એક બંધનકર્તા બંધારણીય દસ્તાવેજ છે. આ કરારે કાયદેસર અને અટલ રીતે જમ્મુ અને કાશ્મીરને ભારત સંઘના અભિન્ન હિસ્સા તરીકે સ્થાપિત કર્યું છે.

બ્લેકમેને X પરની એક પોસ્ટમાં કહ્યું હતું કે “ગઈકાલે રાત્રે, મહારાજા હરિ સિંહ દ્વારા જોડાણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાની યાદમાં, સંસદમાં જમ્મુ અને કાશ્મીર જોડાણ દિવસના કાર્યક્રમનું આયોજન કરીને મને આનંદ થયો!”

આ પ્રસંગે બોબ બ્લેકમેને ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશનની પોતાની વ્યક્તિગત નકલ રજૂ કરી હતી અને ભારતના પ્રાદેશિક સાર્વભૌમત્વ અને બ્રિટિશ કાશ્મીરી ડાયસ્પોરાના વારસા, ઇતિહાસ અને ઓળખને જાળવી રાખવાના અધિકારો માટે તેમના સતત સંસદીય સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન જારી કરાયેલા એક કડક નિવેદનમાં, KPHF-UKએ યુકેમાં મીરપુરી જૂથોની નિંદા કરીને જણાવ્યું હતું કે આ જૂથો ખોટી રીતે કાશ્મીરી ઓળખનો દાવો કરે છે અને વિકૃત વાર્તાઓ ફેલાવે છે.

LEAVE A REPLY