(Third party via PTI Photo)

દુબઈ એર શોમાં શુક્રવાર, 21 નવેમ્બરે હવાઈ પ્રદર્શન દરમિયાન ભારતીય હવાઇદળનું એક ફાઇટર જેટ તેજસ ક્રેશ થયું હતું, જેમાં તેના પાઇલટનું મોત થયું હતું. આ યુદ્ધવિમાને ઉંચાઈ ગુમાવી હતી અને પછી જમીન પર તૂટી પડયું હતું અને પછી આગના ગોળામાં લપેટાઈ ગયું હતું. આ દૃશ્યથી દર્શકો ચોંકી ગયા હતાં.

માર્ચ 2024માં પોખરણ રણમાં લશ્કરી કવાયત ‘ભારત શક્તિ’માંથી પરત ફરતી વખતે IAFનું તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) જેસલમેરમાં એક રહેણાંક વસાહત નજીક ક્રેશ થયું હતું. 2001માં ઉડાન શરૂ કર્યા પછી સ્વદેશી રીતે નિર્મિત સિંગલ-એન્જિન જેટ સાથે આ પહેલો અકસ્માત હતો. પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો.

IAFએ તેના X હેન્ડલ પર પોસ્ટ કરેલા સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું હતું કે આજે દુબઈ એર શોમાં હવાઈ પ્રદર્શન દરમિયાન IAFના તેજસ વિમાનને અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાયલટને ગંભીર ઈજાઓ પહોંચી હતી. IAF જાનહાનિ પર ખૂબ જ દુઃખ વ્યક્ત કરે છે અને આ દુઃખના સમયમાં શોકગ્રસ્ત પરિવાર સાથે મજબૂત રીતે ઉભું છે. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્કવાયરની રચના કરાઈ છે. આ વિમાનોનું ઉત્પાદન સરકાર માલિકીની એરોસ્પેસ કંપી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કર્યું હતું.

LEAVE A REPLY