ન્યૂ યોર્ક ટાઇમ્સની 2025ના 67 સૌથી સ્ટાઇલિશ લોકોની યાદીમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને સમાવેશ કરાયો હતો. આ યાદીમાં સબરીના કાર્પેન્ટર, ડોઇચી, અસાપ રોકી, વિવિયન વિલ્સન, નિકોલ શેર્ઝિંગર, વોલ્ટન ગોગિન્સ, જેનિફર લોરેન્સ, શાઈ ગિલગિયસ-એલેક્ઝાન્ડર, કોલ એસ્કોલા અને નોહ વાયલનનો પણ સમાવેશ કરાયો હતો.
આ વર્ષની શરૂઆતમાં મેટ ગાલામાં 60 વર્ષીય અભિનેતાના શાહરુખની સ્ટાઇલની નોંધ લેવાઈ હતી, જ્યાં તેમણે પ્રખ્યાત ડિઝાઇનર સબ્યસાચી મુખર્જી દ્વારા ડિઝાઇન કરાયેલ ડ્રેસ પહેર્યો હતો.
વાર્ષિક યાદીમાં જણાવ્યું હતું કે ચાહકો દ્વારા SRK તરીકે ઓળખાતા, બોલીવુડના સૌથી મોટા સ્ટાર અને વિશ્વના સૌથી પ્રખ્યાત અભિનેતાઓમાંના એક, મેટ ગાલામાં પહેલી વાર મહેમાન તરીકે આવ્યા હતાં. આ યાદીમાં આ ઇવેન્ટના ફોટો પણ આપવામાં આવ્યાં હતાં.
શાહરૂખ આગામી ફિલ્મ “કિંગ” માં તેની પુત્રી સુહાના ખાન અને દીપિકા પાદુકોણ સાથે દેખાશે.આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે અગાઉ 2023માં શાહરૂખ ખાન સાથે “પઠાણ”માં કામ કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. આગામી ફિલ્મનું નિર્માણ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને માર્ફ્લિક્સ પિક્ચર્સ કરશે.













