SIR
(ANI Photo)

ચૂંટણી પંચે ગુરુવારે ગુજરાત સહિત છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણા (SIR) માટેની સમયમર્યાદા લંબાવી દીધી હતી. સંબંધિત રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓની વિનંતીઓને પગલે ચૂંટણી પંચે આ નિર્ણય કર્યો હતો. આનાથી ગુજરાતના મતદારો હવે 16 ડિસેમ્બર સુધી મતદાર તરીકે નોંધણી કરાવવાનું ફોર્મ 6 ભરી શકાશે. રાજ્યમાં 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે.

ચૂંટણી પંચ (EC)એ તમિલનાડુ, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને ઉત્તરપ્રદેશમાં SIR માટે સુધારેલ સમયપત્રક જારી કર્યું હતું. આ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર ગણતરીનો સમયગાળો ગુરુવારે સમાપ્ત થવાનો હતો અને ડ્રાફ્ટ મતદાર યાદી 16 ડિસેમ્બરે પ્રકાશિત થવાની હતી. તમિલનાડુ અને ગુજરાત માટે ગણતરીનો સમયગાળો 14 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે અને ડ્રાફ્ટ મતદાર યાદી 19 ડિસેમ્બરે પ્રકાશિત કરાશે.

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે આ કવાયતની મુદત 18 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે અને ડ્રાફ્ટ મતદાર યાદી 23 ડિસેમ્બરે જારી કરાશે.

LEAVE A REPLY