65 વર્ષીય પ્રિન્સ એન્ડ્રુએ તેમના પોલીસ બોડીગાર્ડને વર્જિનિયા ગિફ્રેની તપાસ કરવા માટે કહ્યું હોવાના આરોપો બાબતે તેમને ફોજદારી તપાસનો સામનો કરવો પડશે નહીં એવી પોલીસે પુષ્ટિ આપી છે.
2011માં એન્ડ્રુએ કરદાતાઓના ભંડોળમાંથી પૂરા પાડવામાં આવેલ મેટ્રોપોલિટન પોલીસ પ્રોટેક્શન ઓફિસરને અમેરિકન યુવતી ગિફ્રેની જન્મ તારીખ અને સોસ્યલ સિક્યુરીટી નંબર આપીને તેણી વિષે કથિત રીતે નુકસાનકારક માહિતી માંગી હતી.
ગિફ્રેએ દાવો કર્યો હતો કે જેફરી એપ્સટાઇન દ્વારા તેણીને યુકે મોકલી એન્ડ્રુ સાથે સેક્સ કરવા માટે દબાણ કર્યું હતું. તેણીએ એપ્રિલ 2025માં આત્મહત્યા કરી લીધી. રાજકુમારે સતત આરોપોને નકારી કાઢ્યા છે.
મેટ્રોપોલિટન પોલીસે અહેવાલોની સમીક્ષા કરી, જણાવ્યું કે બોડીગાર્ડને સંડોવતા તાજેતરના દાવાઓ પછી વધુ તપાસમાં યુકે સ્થિત કોઈપણ નાગરિકના કોઈ ગુનાહિત કૃત્ય અથવા ગેરવર્તણૂક બહાર આવી નથી. વધારાની માહિતીના અભાવે, કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.
એન્ડ્રુ 2022 માં ગિફ્રે સાથે સિવિલ સેક્સુઅલ હુમલાના દાવાનું સમાધાન કર્યું હતું. ઓક્ટોબર 2025 માં એન્ડ્ર્યુની તમામ શાહી પદવીઓ છીનવી લેવામાં આવી હતી. રાજાએ તેમને ઔપચારિક રીતે વિન્ડસર ગ્રેટ પાર્કમાં રોયલ લોજ ખાલી કરવા માટે પણ કહ્યું હતું.














