કેલિફોર્નિયા
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકામાં ફેડરલ અધિકારીઓએ કટ્ટર ડાબેરી અને સરકાર વિરોધી જૂથના ઉગ્રવાદી સભ્યોની ધરપકડ કરી દક્ષિણ કેલિફોર્નિયામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બે કંપનીઓના અનેક સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું હતું.

ફર્સ્ટ આસિસ્ટન્ટ યુએસ એટર્ની બિલ એસેલીએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતુ કે શુક્રવારે લોસ એન્જલસના મોજાવે ડેઝર્ટ ઇસ્ટમાં ચાર શંકાસ્પદોની ધરપકડ કરાઈ હતી. તેઓ કાવતરાનું રિહર્સલ કરી રહ્યાં ત્યારે આ કાર્યવાહી કરાઈ હતી. અધિકારીઓએ પત્રકારોને ડેઝર્ટમાં એક મોટી કાળી વસ્તુને ટેબલ પર ખસેડતા શંકાસ્પદોના સર્વેલન્સ એરિયલ ફૂટેજ પણ દર્શાવ્યાં હતાં. અધિકારીઓને રણ કેમ્પસાઇટ પર “ફ્રી પેલેસ્ટાઇન” પત્રિકાઓ પણ મળી આવી હતી, જ્યાં શંકાસ્પદો બોમ્બ બનાવવાની સામગ્રી એકઠી કરી રહ્યાં હતાં.

આ ચાર શંકાસ્પદોમાં ઓડ્રે ઇલીન કેરોલ (30) ઝાચેરી એરોન પેજ (32) ડેન્ટે ગેફિલ્ડ (24) અને ટીના લાઇ (41)નો સમાવેશ થાય છે. આ તમામ લોસ એન્જલસ વિસ્તારના રહેવાસી છે. કેરોલે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દક્ષિણ કેલિફોર્નિયામાં પાંચ કે તેથી વધુ વ્યવસાયિક સ્થળો પર બોમ્બ વિસ્ફોટ કરવાની વિગતવાર યોજના બનાવી હતી. અધિકારીઓએ કંપનીઓના નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ આ કંપનીઓને એમેઝોન પ્રકારની લોજિસ્ટિક્સ કેન્દ્રો તરીકે ગણાવી હતી.

LEAVE A REPLY