(ANI Photo)
બોલીવૂડ અભિનેત્રી અને રીયાલિટી શોમાં જોવા મળતી મલાઈકા અરોરા પોતાના પ્રોફેશનલ જીવન કરતાં અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં રહે છે. તે હવે ફરીથી પોતાની લવલાઈફને કારણે ચર્ચામાં છે. કહેવાય છે કે, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થયા પછી હવે તેના જીવનમાં અન્ય પુરુષનો પ્રવેશ થયો છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં મુંબઈ એરપોર્ટ પર તેની સાથે કોઇ અજાણ્યો પુરુષ જોવા મળે છે, લોકોએ તેના વિશે અવનવી અટકળો ફેલાવાનું શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પર મલાઈકાની સાથે જોવા મળેલી આ વ્યક્તિ કોણ છે અને તેનો મલાઈકા સાથે શું સંબંધ છે એ અંગે જાત જાતની અટકળો લગાવવામાં આવી રહી છે.
વીડિયોમાં મલાઈકા અરોરાની પાછળ બ્લેક માસ્ક પહેરીને જે વ્યક્તિ જોવા મળી હતી એ છે હર્ષ મહેતા. આ એ જ વ્યક્તિ છે જે થોડા સમય અગાઉ વિદેશી સિંગર એનરિક ઈગ્લેસિયસના કન્સર્ટમાં મલાઈકા અરોરા સાથે જોવા મળ્યો હતો. મલાઈકા અને હર્ષને ફરી વખત સાથે જોઈને તેમની વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે એવી ચર્ચા ચાલી રહી છે.
કહેવાય છે કે, હર્ષ મહેતા 33 વર્ષનો છે અને તે ડાયમંડનો વેપારી છે. હર્ષ, મલાઈકાથી 17 વર્ષ નાનો છે. હર્ષ પણ આ સમયે મલાઈકાની જેમ જ ઓલ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. જોકે, એરપોર્ટ પર મલાઈકા અને હર્ષે એકબીજા સાથે પાપારાઝીઓને પોઝ નહોતા આપ્યા અને બંને સાથે દેખાવવાથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

LEAVE A REPLY