
કેમ્બ્રિજશાયરમાં પ્રથમ હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર સ્થાપિત કરવા માટે કાઉન્ટીવ્યાપી પહેલ શરૂ કરી એક બીડ રજૂ કરવા હિન્દુ સમાજ નોર્થસ્ટોવે અને નવા રચાયેલા કેમ્બ્રિજ હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર વર્કીંગ ગૃપ્સ દ્વારા નોર્થસ્ટોવેમાં જાહેરાત કરવામાં આવી હતી. જ્યાં પ્રતિનિધિઓએ સેક્શન 106 ફેઇથ એન્ડ કોમ્યિનિટી લેન્ડ માટે બીડ સબમિટ કરવાની યોજનાઓની રૂપરેખા આપી હતી.
ઘણા વર્ષોથી, કેમ્બ્રિજશાયરના હિન્દુ સમુદાય પાસે પૂજા, સાંસ્કૃતિક શિક્ષણ અને સમુદાયીક સુખાકારી માટે સમર્પિત જગ્યાનો અભાવ છે. હિન્દુ સમુદાયના લોકો તેમના વારસા સાથે જોડાવા માટે મંદિર અથવા સાંસ્કૃતિક કેન્દ્રની પહોંચ વિના ઉછર્યા છે. પ્રસ્તાવિત કેન્દ્રનો હેતુ આધ્યાત્મિક અભ્યાસ, સાંસ્કૃતિક સાતત્ય અને સામાજિક જોડાણને ટેકો આપતી જગ્યા પૂરી પાડીને આ લાંબા સમયથી ચાલતા અંતરને દૂર કરવાનો છે.
આ પ્રસ્તાવિત સેન્ટર હિન્દુઓને પૂજા પૂજા સેવાઓ, સાંસ્કૃતિક અને ભાષાના વર્ગો, યુવા કાર્યક્રમો, યોગ અને ધ્યાન જેવી સુખાકારી પ્રવૃત્તિઓ, કલા અને સામુદાયીક મિલન અને આંતર-સાંસ્કૃતિક કાર્યક્રમો માટે જગ્યા આપશે. હિન્દુ પરંપરાઓમાં મૂળ ધરાવતા આ કેન્દ્રનો હેતુ વ્યાપક ધોરણે કેમ્બ્રિજશાયર સમુદાયની સેવા કરવાનો અને સમાવેશ, સુખાકારી અને સામાજિક એકતાને પ્રોત્સાહન આપવાનો છે.
આ ઝૂંબેશને જૈન અને બૌદ્ધ સમુદાયો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. જુઓ – https://cambridgetemple.org/














