ઈંગ્લેન્ડ
(istockphoto.com)

ઓક્ટોબરમાં યુકેના અર્થતંત્રમાં 0.1%ના ઘટાડા અને ઓગસ્ટમાં અર્થતંત્રમાં કોઈ પણ વૃદ્ધિ થઇ ન હોવાના પગલે 18 ડિસેમ્બર 2025ના રોજ બેંક ઓફ ઈંગ્લેન્ડ (BoE) દ્વારા તેની અંતિમ મોનેટરી પોલીસી કમીટી (MPC)ની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો થાય તેવી ભરપૂર શક્યતાઓ છે. અર્થશાસ્ત્રીઓ 2026ની શરૂઆતમાં પણ વ્યજ દરોમાં વધારાના કાપની પણ આગાહી કરે છે.

આ અણધાર્યા સંકોચનથી નાણાકીય છૂટછાટ અને વ્યાજ દર ઘટાડા માટે બજાર ભાવમાં વધારો કરવાની માંગણીઓ વધુ તીવ્ર બની છે.

અર્થશાસ્ત્રીઓ વ્યાપકપણે અપેક્ષા રાખે છે કે બેંક તેના બેંક દરને 4.0% થી ઘટાડીને 3.75% કરશે, જે 25-બેઝિસ-પોઇન્ટનો ઘટાડો છે. આ ઘટાડો 2023ની શરૂઆતથી ઉધાર લેવાના ખર્ચને તેના સૌથી નીચા સ્તરે લઈ જશે, જે ધીમી ગતિવિધિઓ અને ફુગાવાના દબાણને ઘટાડા વચ્ચે વૃદ્ધિને ટેકો આપવા તરફ નીતિમાં પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. બજારો અને વિશ્લેષકો આ ઘટાડા માટે લગભગ 90% શક્યતા જુએ છે.

નબળા GDP આંકડાઓ ફક્ત ઓક્ટોબર જ નહીં પરંતુ ઓક્ટોબર સુધીના ત્રણ મહિનાના સમયગાળામાં થયેલું સંકોચન પણ દર્શાવે છે. અર્થતંત્રમાં ઘટાડાએ મંદીના ભયને મજબૂત બનાવ્યો છે. ઓટમ બજેટ પહેલાં ચાલી રહેલી બજેટની અનિશ્ચિતતા, સેવાઓ અને ઉત્પાદન ક્ષેત્રોનું નબળું યોગદાન આ મંદીનું કારણ બન્યું છે.

યુકેમાં ફુગાવો 2025ની શરૂઆતમાં શિખરોથી નીચે આવ્યો છે પરંતુ બેંકના 2%ના લક્ષ્યથી ઉપર છે. પોલીસી મેકર્સ ફુગાવાને લક્ષ્ય તરફ પાછો લાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

LEAVE A REPLY