South Africa December 21, 2025. REUTERS/Siphiwe Sibeko

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગની બહાર આવેલા એક ટાઉનશીપમાં અજાણ્યા બંદૂકધારીઓએ કરેલા રવિવાર, 21 ડિસેમ્બર 2025ના રોજ કરેલા હુમલામાં 10 લોકોના મોત થયા હતાં અને અને 10 અન્ય ઘાયલ થયાં હતાં. દક્ષિણ આફ્રિકામાં આ મહિને આ બીજી સામૂહિક ગોળીબારની ઘટના છે.

બંદૂકધારીઓએ એક બારમાં ઘૂસીને ભીડમાં ચેતવણી આપ્યા વિના ગોળીબાર કર્યો હતો, જેના કારણે ગભરાટ અને અરાજકતા ફેલાઈ ગઈ હતી.પોલીસ પહોંચે તે પહેલાં જ હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. ઇમરજન્સી સેવાઓએ ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલોમાં ખસેડ્યા હતાં. ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયેલા કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પોલીસે હુમલાની તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે કારણ ઓળખાયું નથી.

પોલીસે જણાવ્યું કે શહેરથી 40 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં આવેલા બેકર્સડલમાં થયેલા હુમલાનો હેતુ સ્પષ્ટ નથી. કેટલાક પીડિતોને અજાણ્યા બંદૂકધારીઓએ શેરીઓમાં ગોળીઓ મારી હતી. ગૌટેંગ પ્રાંતના પોલીસ પ્રવક્તા બ્રિગેડિયર બ્રેન્ડા મુરિદિલીએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતાં. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતાં.

દક્ષિણ આફ્રિકાની કેટલીક મુખ્ય સોનાની ખાણોની નજીક આવેલા ગરીબ વિસ્તાર બેકર્સડાલમાં એક ટેવર્ન અથવા અનૌપચારિક બાર પાસે ગોળીબાર થયો હતો.

અગાઉ 6 ડિસેમ્બરે બંદૂકધારીઓએ રાજધાની પ્રિટોરિયા નજીક એક હોસ્ટેલમાં હુમલો કર્યો હતો, જેમાં ત્રણ વર્ષના બાળક સહિત એક ડઝન લોકોના મોત થયા હતાં. આશરે 63 મિલિયનની વસતિ ધરાવતા દક્ષિણ આફ્રિકા વિશ્વમાં ઊંચો ક્રાઇમરેટ ધરાવે છે.

LEAVE A REPLY