ભારતના 44 ટકા શહેરોમાં ઘણા સમયથી હવાનું પ્રદૂષણનું ખૂબ જોખમી હોવાનું જણાયું છે. એક રીપોર્ટ મુજબ ભારતના લગભગ અનેક શહેરોમાં લાંબા સમયથી લોકો વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. સેન્ટર ફોર રીસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (સીઆરઈએ)એ સેટેલાઈટ ડેટાની મદદથી દેશના 4,041 શહેરોમાં MP2.5 પ્રદૂષણ અંગે સંશોધન કર્યું હતું. આ રીપોર્ટ મુજબ દિલ્હી, ઉત્તર પ્રદેશનું ગાઝિયાબાદ અને મેઘાલયનું બર્નીહાટ દેશના સૌથી પ્રદૂષિત શહેર હતા. આ શહેરોમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ એક-બે દિવસ પૂરતી નહીં પરંતુ સમગ્ર વર્ષ સુધી રહેતી હોવાનું જણાયું હતું. આ સ્થિતિ માટે જવાબદાર મુખ્ય કારણોમાં વાહનો, ફેક્ટરીઓ તથા અન્ય માધ્યમો દ્વારા ફેલાવાતું પ્રદૂષણ છે.
રીપોર્ટમાં જણાવ્યા મુજબ 2019થી 2024 વચ્ચે દર વર્ષે 1,787 શહેરોમાં PM2.5નું સ્તર નિર્ધારિત મર્યાદાથી વધતું રહ્યું હતું. આ સર્વેમાં કોરોનાકાળ (વર્ષ 2020)નો ડેટા સામેલ કરાયો નથી.
2025ના ડેટા મુજબ મેઘાલયનું બર્નીહાટમાં PM2.5 સરેરાશ 100 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતું. નવી દિલ્હી (96) અને ગાઝિયાબાદ (93) અનુક્રમે છે. નોઈડા ચોથા ક્રમે છે. ભારતના સૌથી પ્રદૂષિત શહેરોમાં ગુરુગ્રામ, ગ્રેટર નોઈડા, ભિવાડી, હાજીપુર, મુઝફ્ફરનગર અને હાપુડનો સમાવેશ થાય છે.
ભારતના સૌથી વધુ પ્રદૂષિત 10 શહેરો
1. બર્નીહાટ (મેઘાલય)
2. દિલ્હી
3. ગાઝિયાબાદ (ઉત્તરપ્રદેશ)
4. નોઈડા (ઉત્તરપ્રદેશ)
5. ગુરુગ્રામ (હરિયાણા)
6. ગ્રેટ નોઈડા (ઉત્તરપ્રદેશ)
7. હાપુડ (ઉત્તરપ્રદેશ)
8. બહાદુરગઢ (હરિયાણા)
9. ભિવાડી (રાજસ્થાન)
10. બાગપત (ઉત્તર પ્રદેશ)
(વાર્ષિક સરેરાશ PM2.5ના આધારે)












