પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ . (PTI Photo)

ભારતીય નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય મુસાફરી સરળ બનાવતા એક પગલા તરીકે જર્મનીએ સોમવારે તેના એરપોર્ટ દ્વારા ટ્રાન્ઝિટ થતાં ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝા ફ્રી ટ્રાન્ઝિટની જાહેરાત કરી હતી. હાલમાં ભારતીય નાગરિકોને જર્મન એરપોર્ટ અથવા શેંગેન વિસ્તારમાંથી મુસાફરી કરતી વખતે શેંગેન ટ્રાન્ઝિટ વિઝાની જરૂર પડે છે.

ભારત સહિતના કેટલાંક દેશોના નાગરિકોને જર્મની થઈને તેમના અંતિમ મુકામ સુધી પહોંચવા માટે એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝાની જરૂર પડે છે. ભારતીય નાગરિકો માટે નવા વિઝા-ફ્રી ટ્રાન્ઝિટ નિયમથી ભારતીયોને ટ્રાન્ઝિટ વિશેષાધિકાર મળશે. જર્મન એરપોર્ટ પર લેઓવર દરમિયાન જો તમે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિસ્તારમાં રહો છો અને તમારું ગંતવ્ય સ્થાન શેંગેન દેશમાં નથી, તો ભારતીયોને કોઈ ટ્રાન્ઝિટ વિઝાની જરૂર રહેશે નહીં.

જોકે જર્મનીની વિઝા ફ્રી ટ્રાન્ઝિટની સુવિધાથી પ્રવાસીઓ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિસ્તાર છોડી શકશે નહીં કે જર્મનીમાં પ્રવેશી શકશે નહીં. આ સુવિધા એવા ભારતીય નાગરિકો પર પણ લાગુ પડશે નહીં, જેઓ બિઝનેસ, પર્યટન અથવા આવા અન્ય હેતુઓ માટે જર્મનીની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યાં છે.

ગુજરાતના ગાંધીનગરમાં મર્ઝ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતીય નાગરિકો માટે વિઝા ફ્રી ટ્રાન્ઝિટની જાહેરાત બદલ હું ચાન્સેલર મર્ઝનો આભાર માનું છું. આનાથી બંને દેશોના લોકો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે,”

.

LEAVE A REPLY