મિશિગનના ભારતીય મૂળના ડેમોક્રેટિક કોંગ્રેસમેન શ્રી થાનેદારે એબોલિશ ICE એક્ટ રજૂ કર્યો હતો. આ બિલનો ઉદ્દેશ યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એજન્સીનું વિસર્જન કરવાનો છે. આ અંગે 9 જાન્યુઆરીએ જાહેરાત કર્યા પછી, તેમની ઓફિસે 15 જાન્યુઆરીએ H.R. 7123 તરીકે દાખલ કરાયેલા બિલ માટે પ્રક્રિયા શરૂ કરી હતી. ધ વેઝ એન્ડ મીન્સ કમિટી, હોમલેન્ડ સીક્યુરિટી કમિટી અને જ્યુડિશિયરી કમિટીને બિલની સમીક્ષા કરવાનું કામ સોંપાયું છે. શ્રી થાનેદાર 1979માં એક્રોન યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રીમાં પીએચડીની ડિગ્રી મેળવવા માટે કર્ણાટકથી અમેરિકા આવ્યા હતા. તેઓ 1988માં દેશના નાગરિક બન્યા હતા. તેમણે દેશમાં એક બિઝનેસમેન તરીકે સફળ કારકિર્દી બનાવી હતી. તેમણે એવોમીન એનાલિટીકલ સર્વિસીઝની સ્થાપના કરી હતી અને પછી તેઓ લેખક અને રાજનેતા બન્યા હતા. શ્રી થાનેદાર 3 જાન્યુઆરી, 2023થી મિશિગનના 13મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ માટે રીપ્રેઝન્ટેટિવ તરીકે કાર્યરત હતા.

LEAVE A REPLY