બોલીવૂડની જાણીતી જોડીમાં સ્થાન ધરાવતા તારા સુતારિયા અને વીર પહાડિયા વચ્ચેના સંબંધોનો અંત આવ્યો હોવાની ચર્ચા બોલીવૂડમાં થઇ રહી છે. આથી તેમના ચાહકો ચિંતામાં છે.
તેમણે થોડા સમય અગાઉ જ તેમના સંબંધો જાહેર કર્યા હોવાથી આ સમાચારથી લોકોને વધારે આશ્ચર્ય થયું છે. ઉલ્લેખનીય છે કે, તારા અને વીર પહાડિયા મુંબઇમાં યોજાયેલા એપી ઢિલ્લોંના કોન્સર્ટમાં સાથે જોવા મળ્યા હતા, જેના કારણે ઘણો વિવાદ થયો હતો. કોન્સર્ટ દરમિયાન ઢિલ્લોંને તારાને કિસ કરી હતી. તે સમયે તારાનો બોયફ્રેન્ડ વીર પણ ત્યાં જ હાજર હતો કિસિંગ સીન પર તેનું રિએક્શન વાયરલ થયું હતું. એવું માનવામાં છે કે આ દૃશ્ય જોઈને વીર પહાડિયા ખૂબ જ નારાજ થયો હતો.
મીડિયા રીપોર્ટ મુજબ, આ ઘટના પછી વીર પહાડિયા અને તારા સુતારિયાનું બ્રેકઅપ થઈ ગયું છે. તેમના નજીકના લોકોએ આ સમાચારની પુષ્ટિ કરી છે, પરંતુ વીર પહાડિયા કે તારા સુતારિયા બંનેમાંથી કોઈએ વ્યક્તિગત રીતે હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી. બ્રેકઅપનું કારણ હજુ સ્પષ્ટ નથી. જોકે, સોશિયલ મીડિયા યુઝર્સ માને છે કે ગાયક એપી ઢિલ્લોંનો કોન્સર્ટ જ સાચું કારણ છે.













