ચૂંટણી
ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીન (ANI Photo)

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા નીતિન નવીને મંગળવારે પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. દિલ્હીમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પદભાર સંભળ્યો ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતાં.

રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત કાર્યક્રમમાં ભાજપના મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, રાજ્ય એકમના પ્રમુખો અને પક્ષની રાષ્ટ્રીય કારોબારીના સભ્યો પણ હાજર રહ્યા હતાં. નીતિન નબીન ભાજપના અત્યાર સુધીના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ છે. 45 વર્ષીય નબીને નીતિન ગડકરીના રેકોર્ડને તોડીને આ પદભાર સંભાળ્યો હતો.

નબીનને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સહિતના પક્ષના નેતાઓએ સમર્થન આપ્યું હતું. છેલ્લાં કેટલાક સમયથી ભાજપ પોતાના નવા રાષ્ટ્રીય પ્રમુખની શોધખોળ કરી રહ્યું છે. 2024માં તત્કાલિન રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો. પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. તાજેતરમાં ભાજપ દ્વારા નીતિન નબીનની કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખ બનાવામાં આવ્યાં હતાં.

નીતિન નબીન બિહારમાં ભાજપના અનુભવી અને મજબૂત નેતા છે. છેલ્લાં 25 વર્ષથી તેઓ પટનાની બાંકીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યાં છે. બિહારની રાજનીતિમાં તેમને બહોળો અનુભવ છે. સૌમ્ય સ્વભાવ ધરાવનારા નીતિન નબીને જનતાની વચ્ચે પહોંચીને અનેક વિરોધો હોવા છતાં જનતા સાથે હળીમળીને સન્માન પણ આપે છે. સાત વખતના વિધાનસભ્ય રહી ચૂકેલા પિતા નવીન કિશોર સિંહનો વારસો પણ જાણવી રાખ્યો છે

LEAVE A REPLY