ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં શાનદાર બેટિંગ કરીને કારકિર્દીની 54મી વનડે સદી ફટકારી હતી અને ઘણા રેકોર્ડ તોડ્યાં હતાં.
ઈન્દોરના મેદાન પર વિરાટ કોહલીએ માત્ર 91 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેને કુલ 108 બોલમાં 124 રન બનાવ્યાં હતાં, જેમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થતો હતો. કોહલી હવે ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં સૌથી વધુ 7 સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેને વીરેન્દ્ર સેહવાગ અને રિકી પોન્ટિંગ (6-6 સદી)ને પાછળ છોડી દીધા છે. વનડે ક્રિકેટમાં ત્રીજા નંબરે બેટિંગ કરતા કોહલીએ હવે સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ રિકી પોન્ટિંગના 12,655 રનના આંકડાને વટાવી દીધો છે.
આની સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 85મી સદી હતી. કોહલીની આ 85મી આંતરરાષ્ટ્રીય સદી હતી. તેમાં ટેસ્ટ મેચની 30 સદીનો સમાવેશ થાય છે.













