ભારતયી રીઝર્વ બેંકના જણાવ્યા મુજબ, દેશનું ફોરેક્સ રીઝર્વ 14.167 બિલિયન ડોલર વધીને 701.36 બિલિયન ડોલર પર પહોંચ્યું છે. આગળના સપ્તાહમાં કુલ રીઝર્વ 3920 લાખ ડોલર વધીને 687.193 બિલિયન ડોલર થયું હતું. સપ્ટેમ્બર 2024માં રીઝર્વ 704.89 બિલિયન ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું, રૂપિયામાં અયોગ્ય અસ્થિરતાને રોકવા માટે ચલણ બફરનો ઉપયોગ કરવામાં આવતાં તાજેતરમાં ફોરેક્સ દબાણ હેઠળ રહ્યું છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે, અઠવાડિયા દરમિયાન સોનાના ભંડારનું મૂલ્ય 4.623 બિલિયન ડોલર વધીને 117.454 બિલિયન ડોલર નોંધાયું હતું.













