યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, અફઘાનિસ્તાનના મોરચે લડવામાં નાટો સૈનિકો ‘થોડા પાછળ’ હતા. તેમણે પ્રશ્ન કર્યો કે, જો અમેરિકાને ‘જ્યારે પણ તેમની જરૂર હશે તો શું નાટો’ ત્યાં ઉપલબ્ધ હશે? દાવોસમાં ફોક્સ ન્યૂઝ સાથેની ચર્ચામાં ટ્રમ્પે પૂછ્યું હતું કે, ‘મેં હંમેશા કહ્યું છે કે, ‘જો અમને તેમની જ્યારે પણ જરૂર હશે તો શું તેઓ ત્યાં હશે?’ અને એ જ ખરી કસોટી હશે. જોકે, મને વિશ્વાસ નથી. હું જાણું છું કે, આપણે ત્યાં હાજર રહ્યા હોત, પરંતુ શું તેઓ ત્યાં હાજર હશે?’ 9/11ના હુમલા પછી, અમેરિકા આર્ટિકલ 5 લાગુ કરનાર પ્રથમ નાટો સભ્ય દેશ હતો, જે મુજબ, એક સભ્ય સામે હુમલો થાય એટલે અન્ય તમામ પર હુમલો થયો છે તેમ સમજવું. નાટો સાથી દેશોએ 20 વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં અમેરિકાને લડતમાં સાથ આપ્યો છે, પરંતુ ટ્રમ્પ સતત તેને અવગણી રહ્યા છે. 20 વર્ષ લાંબા યુદ્ધ દરમિયાન નાટો દેશોના કુલ 3,486 સૈનિકો મૃત્યુ પામ્યા, જેમાંથી 2,461 સૈનિકો અમેરિકન હતા. કેનેડાના 165 અને ગ્રીનલેન્ડના 44 લોકોના મોત થયા હતા. ટ્રમ્પના આવા નિવેદનથી યુકેના સાંસદોમાં નારાજગી વ્યાપી છે, આ માટે બ્રિટિશ વડાપ્રધાન કેઅર સ્ટાર્મરે પણ ટ્રમ્પને આવી ટિપ્પણી કરવા બદલ માફી માગવા જણાવ્યું છે. સ્ટાર્મરે કહ્યું કે, અમેરિકન પ્રેસિડેન્ટનો પ્રતિભાવ ‘અપમાનજનક’ અને ‘આઘાતજનક’ હતો.
સ્ટાર્મરે વધુમાં કહ્યું હતું કે, ‘હું એ સૈનિકોની હિંમત, બહાદુરી અને તેમના દેશ માટે તેમણે આપેલા બલિદાનને ક્યારેય ભૂલીશ નહીં. હું પ્રેસિડેન્ટ ટ્રમ્પની ટિપ્પણીઓને અપમાનજનક અને સ્પષ્ટ રીતે આઘાતજનક માનું છું. જોકે, મને આશ્ચર્ય નથી થતું કે, તેમણે મૃતકો અથવા ઇજાગ્રસ્તો થયેલા લોકોના પરિજનોને અને હકીકતમાં, સમગ્ર દેશમાં ખૂબ જ શોક વ્યાપ્યો છે.’

LEAVE A REPLY