(Photo by Lintao Zhang/Getty Images)
ભારતીય બેડમિંટન સ્ટાર્સ પી. વી. સિંધુ અને લક્ષ્ય સેન ગયા સપ્તાહે ઈન્ડોનેશિયા ઓપન બેડમિંટનની કવાર્ટર ફાઈનલમાં જ પરાજય સાથે સ્પર્ધામાંથી બહાર થઈ ગયા હતા અને એ રીતે ભારતીય પડકારનો અંત આવી ગયો હતો. સિંધુ સામે ચીનની ચેન યુ ફેઈનો સીધી ગેમ્સમાં 21-13, 21-17થી વિજય થયો હતો. આ બન્ને ખેલાડીઓ વચ્ચે કુલ 14 જંગ ખેલાયા છે, જેમાંથી સિંધુનો 6 અને ચેનનો 8 મુકાબલામાં વિજય થયો છે.
પુરૂષોની સિંગલ્સમાં લક્ષ્ય સેન થાઈલેન્ડના ઉભરતા ખેલાડી પાનિતચાફોન ટીરારત્સાકુલ સામે 18-21, 20-22થી પરાજય થયો હતો. 21 વર્ષના પાનિતચાફોન અગાઉ પ્રી-ક્વાર્ટરમાં પેરિસ ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા લી ઝિયા જિયા સામે વિજેતા રહ્યો હતો. તે અગાઉ ગુરુવારે કિદામ્બી શ્રીકાંત અને અનમોલ ખરબ પણ પરાજય સાથે બહાર થઈ ગયા હતા.

LEAVE A REPLY