પ્રતીકાત્મક તસવીર

ડોલર ઇન્ડેક્સમાં સુધારો થતાં અને ટેરિફના નવા પગલાંઓ વચ્ચે ભારતીય કરન્સીમાં નબળાઈ જોવા મળી હતી. ઇન્ટ્રા ડેમાં અમેરિકન કરન્સી સામે ભારતીય ચલણ 92.02ની નવી નીચલી સપાટીને સ્પર્શ્યા બાદ અંતે 91.97 બંધ રહ્યો હતો. ડોલર ઇન્ડેક્સ સુધરીને 96.60ના સ્તરે ટ્રેડ થતાં ક્રૂડના ભાવમાં નરમાઈ છતાં રૂપિયામાં અસ્થિરતા યથાવત રહી હતી અને 91.82થી નીચે ગબડી 92.02 થઈ 91.97 પર સ્થિર રહ્યો હતો. અગાઉ રૂપિયો ડોલર સામે 23 જાન્યુઆરીએ પહેલીવાર 92ને સ્પર્શ્યો હતો. જોકે, 92ની ઉપર શુક્રવારે જોવાયો હતો.

LEAVE A REPLY