શ્રોપશાયર અને વેલ્સ સહિતના કેટલાક સ્થળોએ નવેમ્બર 2019માં સ્નો પડ્યા બાદ સ્ટ્રોમ સીઆરા અને ડેનીસ પછી એક્યુવેધરે તા. 10 માર્ચ, મંગળવાર, 14 માર્ચ શનિવાર, 15 માર્ચ રવિવાર અને 18 માર્ચ બુધવારે લંડનમાં બરફ પડવાની સંભાવના છે તેવી તેવી આગાહી કરી છે.
લંડન સહિત યુકેનો સાઉથ ઇસ્ટ વિસ્તાર દેશના સૌથી સૂકા વિસ્તારોમાંનો એક છે. વળી શહેરી વિસ્તારો સામાન્ય રીતે આસપાસના ગ્રામીણ વિસ્તારો કરતાં ગરમ હોય છે. આ બધાનો અર્થ એ છે કે તાપમાન બરફ માટે પૂરતા પ્રમાણમાં ઠંડુ થતુ નથી જેથી સ્નો કે વરસાદ પડવાની શક્યતા પણ ઓછી રહે છે. વળી બરફ પડે પછી પણ તે ઝડપથી ઓગળી જાય છે અને જમીન પર જામતો નથી.