ફળ કે શાકભાજી ખાવ - સ્ટ્રોકનું જોખમ ઓછુ કરો (Photo by Stephen CherninGetty Images)

ઑક્સફર્ડ યુનિવર્સિટીના પોપ્યુલેશન હેલ્થ, ન્યુફિલ્ડ ડિપાર્ટમેન્ટના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એક સફરજન, બ્રોકોલી કે 200 ગ્રામ જેટલા ફળ કે શાકભાજી ખાવામાં આવે તો ઇસ્કેમિક સ્ટ્રોકનું જોખમ 13 ટકા જેટલુ ઓછુ થાય છે.

દિવસમાં ખવાયેલુ દરેક 10 ગ્રામ જેટલુ વધારાનુ ફાઇબરને ઇસ્કેમિક સ્ટ્રોકની શક્યતાને 23 ટકા ઓછી કરે છે. ડેરી ઉત્પાદનો પણ આ જોખમ ઓછુ કરે છે. પણ એક દિવસમાં ખવાતા 20 ગ્રામ જેટલા ઇંડા હેમોરેજિક સ્ટ્રોકનું જોખમ 25 ટકા જેટલુ વધારે છે.

બ્રિટનમાં દર વર્ષે 100,000થી વધુ લોકોને સ્ટ્રોક આવે છે જેમાંના આશરે 85 ટકા ઇસ્કેમિક હોય છે. જે શરીરની ધમનીમાં આવેલા અવરોધને કારણે મગજમાં લોહીનો પુરવઠો ઓછો થવાના કારણે થાય છે. સંશોધનકારોએ 12 વર્ષમાં નવ યુરોપિયન દેશોના 418,000થી વધુ લોકોના ડેટા જોયા હતા.