રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના 2020ના કેલેન્ડર વર્ષમાં જીડીપી ગ્રોથનુ અનુમાન ઘટાડીને 2.5 ટકા કરી નાંખ્યુ છે. સાદા શબ્દોમાં કહીએ તો વર્તમાન કેલેન્ડર વર્ષમાં ભારતનો વિકાસ દર ખાલી 2.5 ટકા રહેશે. કોરોના વાયરસના કહેર અને લોકડાઉન પહેલા મૂડીઝે 5.3 ટકાના વિકાસદરનુ અનુમાન લગાવ્યુ હતુ.
જોકે કોરોના વાયરસના સંકટ બાદ મૂડીઝનુ કહેવુ છે કે, ભારતની ઈકોનોમીને બહુ મોટો ફટકો પડવાનો છે.મૂડીઝે સાથે સાથે કહ્યુ છે કે, 2020માં પછણ ભારતની ઘરેલુ માંગ અને આર્થિક વિકાસની સ્થિતિ પ્રભાવિત થઈ શખે છે. ભારતમાં પહેલા જ રોકડ રકના અભાવે બેંકો અને બીજી સંસ્થાઓમાંથી લોન લેવાની તકલીફો છે.
મૂડીઝનુ કહેવુ છે કે, 2019-20ના નાણાકીય વર્ષ માટે ભારતનો ગ્રોથ રેટ પાંચેક ટકા રહ્યો હશે. જોકે 2020માં ભારે ઘટાડો જોવા મળશે. લોકોની આવક પણ પ્રભાવિત થઈ શકે છે. આ પહેલા એસબીઆઈ રિસર્ચના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, હાલના નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર 2.5 ટકા રહેવાનો અનુમાન છે.