Vin Murria (Photo by Eamonn M. McCormack/Getty Images)

બ્રિટનના હાઇ પ્રોફાઇલ ટેકોનલોજી ઉદ્યોગસાહસિકોમાંની એક વિનોદકા (વિન) મુરીયાએ જાહેરાત જૂથ એમ એન્ડ સી સાચીમાં 13.25 ટકાનો નોંધપાત્ર હિસ્સો ખરીદી લીધો હતો. જે તેમને એમ એન્ડ સી સાચીનું સૌથી મોટું શેરહોલ્ડર બનાવ્યા હતા. જેને પગલે લંડન સ્થિત એજન્સીઓના નેટવર્કમાં ગઈકાલે આશરે 30 ટકાનો વધારો મળ્યો હતો.

ગયા વર્ષે ઑગસ્ટમાં એમ એન્ડ સી સાચીના નવા ફાઇનાન્સ ડિરેક્ટર દ્વારા તેના ખાતાઓમાં ગેરરીતિઓનો પર્દાફાશ થયો હતો. હાલમાં કંપનીનું મૂલ્ય ફક્ત £60 મિલિયન છે, જે બે વર્ષ પહેલાં કંપની ટોચ પર હતી તેના કરતા 85 ટકા ઓછી છે.

એમ એન્ડ સી સાચીની સ્થાપના 25 વર્ષ પહેલા લોર્ડ સાચી (​​73) અને ચાર્લ્સ સાચી (​​76) ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી. સુશ્રી મુરીઆ (57) અનુભવી ટેકનોલોજી એક્ઝિક્યુટિવ અને રોકાણકાર છે. તેઓ ભારતમાં જન્મેલા છે અને ત્રણ વર્ષની ઉંમરે બ્રિટન આવ્યા હતા.