યુકે સરકારના સહયોગથી પ્રસ્તુત
આખા વિશ્વમાં મોતનું તાંડવ મચાવનાર કોરોનાવાયરસ રોગચાળાના કારણે યુ.કે.માં મૃત્યુ પામનાર લોકોનો આંકડો 37,460 ઉપર પહોંચ્યો છે અને રોગનો ભોગ બનેલા પોઝીટીવ ટેસ્ટ ધરાવતા દર્દીઓનો આંક 267,240 જેટલો થયો છે. મિનીસ્ટ્રી ઓફ ડીફેન્સે સરકારની સહાયથી આ રોગચાળાની મહાભયાનક સ્થિતીના અગાઉથી જ પરખી લીધી હતી અને દેશવાસીઓ તેમજ વિવિધ રીતે જરૂરીયાતમંદોની મદદ કરવા અને સારવાર સારી રીતે થઇ શકે તે આશયે યુકેના સશસ્ત્ર દળોને દેશભરમાં તૈનાત કરવામાં આવ્યા છે.
18 માર્ચથી નવા રચાયેલા કોવિડ સપોર્ટ ફોર્સની રચના એનએચએસ, પોલીસ અને અન્ય જાહેર સંસ્થાનોને એક જ સાદે મદદ કરવા માટે કરવામાં આવી છે. જે ઇમરજન્સી હોસ્પિટલો બનાવવામાં મદદ કરવા, મુખ્ય પુરવઠો પહોંચાડવામાં અને ટાપુઓ પરથી મેઇનલેન્ડ પરની હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓને હવાઇમાર્ગે ખસેડવામાં મદદ કરે છે. એપ્રિલમાં, ઉદાહરણ તરીકે, દર્દીની મૂળભૂત સંભાળ માટે એનએચએસ સ્ટાફને સહાય કરવા માટે હેરોગેટ નાઇટિંગેલ હોસ્પિટલમાં કોમ્બેટ મેડિક ટેક્નીશીયન્સની જરૂર હતી. ખાસ કરીને જ્યારે તેમની પોતાની વ્યવસાયિક કુશળતા, જેમ કે એકાઉન્ટિંગ અથવા બાંધકામ જરૂરી હોય છે ત્યારે મીલીટરી રીઝર્વીસ્ટને બોલાવવામાં આવે છે. અહીં અન્ય કેટલાક પ્રસંગો છે જ્યારે યુકેના સશસ્ત્ર દળોએ ફાટી નીકળેલા કોરોનાવાઇરસ રોગચાળા દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
મદદ માટે આયોજન
સ્પેશ્યાલીસ્ટ મિલીટરી પ્લાનર્સ યુકેભરમાં તેમની જાણકારીને વહેંચી રહ્યાં છે. ક્રાઇસીસ કો-ઓર્ડીનેશનમાં નિષ્ણાત એવા આ અધિકારીઓ સેવાઓની તમામ શાખાઓમાંથી આવ્યા છે અને સામૂહિક રીતે લોજિસ્ટિક્સ, એન્જિનિયરિંગ અને તબીબી સેવાઓનો અનુભવ ધરાવે છે. તેમને લોકલ ઓથોરીટી અને ઇમરજન્સી સેવાઓનાં પ્રતિભાવોને સુધારવા માટે સ્કોટલેન્ડ અને વેલ્સના ઇમરજન્સી કો-ઓર્ડિનેશન સેન્ટરોમાં જવાબદારી સોંપવામાં આવી છે.
દર્દીઓના પરીક્ષણ
બુટ્સ ફાર્મસી ટીમોના નિષ્ણાતો સાથે ટેસ્ટીંગ કરતા કર્મચારીઓને તાલીમ આપવાની હોય કે રીજનલ ટેસ્ટીંગ સેન્ટર્સ માટે સ્ટાફ પૂરા પાડવાની હોય અથવા કેર હોમ્સ અને અન્ય સ્થળોની સંભાળ માટે ટેસ્ટીંગ ઇક્વીપમેન્ટ્સ પહોંચાડવાના હોય સશસ્ત્ર દળોના કર્મચારીઓ નેશનલ ટેસ્ટીંગ કેપેસીટી વધારવાના સરકારના પ્રયત્નોમાં કેન્દ્રસ્થાને રહ્યા છે.
પી.પી.ઇ.
કોવિડ-19 દર્દીઓની સારવારમાં પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વીપમેન્ટ્સ ખૂબ જ આવશ્યક છે અને લશ્કરી કર્મચારી દેશભરમાં તેનુ પરિવહન કરવામાં વ્યસ્ત છે. દળોએ 22 ફેબ્રુઆરીથી 8 મે સુધીમાં તેમણે ઇંગ્લેન્ડમાં NHS સ્ટાફને 1.1 બિલીયન્સ કરતા વધુ પી.પી.ઇ. આઇટમ્સ પહોંચાડી હતી.
એવીએશન ટાસ્ક ફોર્સ
સપોર્ટ મિશન હવામાં પણ આગળ ધપી રહ્યુ છે, નવા કોવિડ એવિએશન ટાસ્ક ફોર્સનો આભાર કે જેઓ કિનોલોસ બેરેક, મોરે, RAF ઓડીહામ, RNAS યેવિલ્ટન અને RNAS કલ્ડ્રોઝ, કોર્નવોલ સ્થિત પ્યુમા, ચિનૂક અને મર્લિન હેલિકોપ્ટર વડે સેવા આપી રહ્યા છે. ક્રૂ વિવિધ સ્થળોએ જેમ કે હાર્ડ-ટુ-રીચ વેસ્ટર્ન હેબ્રાઇડ્સમાં કી વર્કર્સને તાલીમ આપવામાં સામેલ થયા છે અને તેમણે એફિશટલ સિસ્ટમના ટેસ્ટમાં એનએચએસ સ્ટાફને ટેકો આપ્યો છે, જે દર્દીઓની ઇમરજન્સી કેર ફેસેલીટીઝમાં સલામત અને ઝડપી પરિવહનને સક્ષમ બનાવશે. તેમણે ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં પાંચ મેડિકલ ઇવેક્યુએશનમાં પણ મદદ કરી છે.
એમ્બ્યુલન્સ સપોર્ટ
લશ્કરની ત્રણેય સેવાઓના પુરૂષ અને સ્ત્રી અધિકારીઓ ઇમર્જન્સી રિસ્પોન્સ વાહનો ચલાવી રહ્યા છે અને ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં રીસ્પોન્સ સેન્ટર્સમાં કામ કરી રહ્યા છે. તે બધાને પ્રાથમિક સારવાર અને ટ્રોમાની તાલીમ આપવામાં આવી છે, તેથી તેઓ જ્યારે જરૂરી હોય ત્યારે પેરામેડિક્સને ટેકો આપી શકે છે.
ઓક્સિજન ટેન્કર ડ્રાઇવરો
કોરોનાવાયરસ દર્દીઓ માટે હોસ્પિટલોને ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવો એ એક મહત્વપૂર્ણ કાર્ય છે અને ઓક્સિજન ટેન્કર ડ્રાઇવરોને બેક-અપ આપવાની સર્વિસ પર્સોનેલને તાલીમ આપવામાં આવી છે. આવા ડ્રાઇવરોની તાલીમ સામાન્ય રીતે એક મહિનાનો સમય લે છે. પરંતુ સશસ્ત્ર દળોને માત્ર એક સપ્તાહની જ તાલીમ આપવામાં આવી હતી. જેમાં તેઓ ટેન્કરોમાં ઓક્સીજન ભરી, સલામત રીતે ચલાવીને જીવન બચાવતા આ કાર્ગોને એનએચએસની સુવિધાઓમાં પહોંચાડી શકે છે.
ફસાયેલા સ્વજનોને ઘરે લાવવામાં આવ્યા
ઘણાં દેશોએ ટૂંકી સૂચના આપીને લોકડાઉનના પગલાં લેવાનું શરૂ કર્યું ત્યારે હજારો બ્રિટનવાસીઓ વિદેશમાં ફસાયેલા જોવા મળ્યાં હતાં. ઠેરઠેર ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી હતી અને પ્રતિબંધો લાવવામાં આવી રહ્યાં હોવાથી, ઘણા લોકો માટે ઘરે, બ્રિટન આવવાનું વધુને વધુ મુશ્કેલ અને ટૂંક સમયમાં અશક્ય બની ગયું હતું.
માર્ચ મહિનાથી ફોરેન ઓફિસ અટવાયેલા બ્રિટીશ નાગરિકોને પરત દેશ લાવવા માટે વિશ્વવ્યાપી વિવિધ એરલાઇન્સ અને વિશ્વભરની સરકારો સાથે અથાક પ્રયાસો કરી રહી છે. જે દેશોમાં કોઈ કોમર્શીયલ ફ્લાઇટના વિકલ્પો ઉપ્લબ્ધ નથી તેવા દેશોમાં અટવાયેલા બ્રિટન્સ માટે ખાસ ચાર્ટર ફ્લાઇટ્સ મૂકવા માટે £75 મિલિયન સુધીની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં પણ સૌથી વધુ નબળા લોકોને મદદ કરવા માટે વિશેષ વિચારણા કરવામાં આવી હતી.
30,000મા બ્રિટનના નાગરિકને ગત તા. 9મી મેના રોજ ઉત્તર ભારતના અમૃતસરથી પાછા લાવવામાં આવ્યા હતા. હકીકતમાં, અન્ય કોઈ દેશ કરતા સૌથી વધુ પ્રમાણમાં બ્રિટિશ નાગરિકો ભારતથી પાછા ફર્યા હતા. લંડન, વિશ્વભરના દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સમાં કામ કરતી ફોરેન ઓફિસની ટીમોએ જે તે દેશના મહત્વપૂર્ણ પરિવહન કેન્દ્રોને ખુલ્લા રાખવા અને તે દેશોમાં અમલમાં લવાયેલા મુસાફરી પરના પ્રતિબંધો બ્રિટનના નાગરિકોને દેશ પરત આવતા રોકે નહીં તે સુનિશ્ચિત કરવા માટે વિવિધ એરલાઇન્સ અને દેશોની સરકારો સાથે કામ કર્યું હતું.
ફોરેન ઓફિસે જ્યારે જાહેરાત કરી કે તે તમામ બીનઅનિવાર્ય મુસાફરી કરવી નહિં ત્યારે બ્રિટનના બીજા 19,000 નાગરિકો જે તે ક્રુઝ શિપ્સ પર અટવાયેલા હતા. તે તમામને કોન્સ્યુલર સહાય પૂરી પાડવામાં આવી હતી અને તેઓને હવે દેશમાં પાછા લાવવામાં આવ્યા છે.બ્રિટનવાસીઓ જેઓ હજી પણ યુકે પરત આવવાની રાહ જોઈ રહ્યા છે, તેમને નાણાકીય સમસ્યાઓ, આરોગ્યસંભાળની ચિંતાઓ અને વિઝા એક્સ્ટેંશનની સહાય માટે મદદ કરવામાં આવે છે. જો તેમને યુકેની ફ્લાઇટ્સ પરવડી શકતી ન હોય તો તેઓ લોનનો લાભ લઈ શકશે.
નેપાળમાં અટવાયેલા 109 બ્રિટિશ નાગરિકોને બ્રિટિશ ગુરખાઓ દ્વારા બચાવાયા
જ્યારે કોરોનાવાયરસ સંકટ ફાટી નીકળ્યું ત્યારે 109 બ્રિટિશ નાગરિકો નેપાળના છેવાડાના ભાગોમાં અટવાયા હતા. બ્રિટિશ ગુરખાઓ માટે નેપાળમાં આ નોકરી હતી. નેપાળના કાઠમંડુ, પોખરા અને ધારન ખાતે આવેલા બ્રિટીશ ગોરખા સૈનિકોનું આ નેટવર્ક, તેમના સ્થાનિક જ્ઞાનનો ઉપયોગ યુકે એમ્બેસીના કર્મચારીઓને બ્રિટીશ પ્રવાસીઓ ક્યાં ક્યાં ફસાયેલા છે તે જણાવવામાં મદદ કરે છે. બ્રિટિશ નાગરિકોને પરત લાવવા માટે ત્રણ ચાર્ટર ફ્લાઇટ્સ મોકલવામાં આવી હતી.
ત્રણ અઠવાડિયામાં, ગોરખા સૈનિકો, એમ્બેસીના કર્મચારીઓ અને સ્થાનિક ડ્રાઈવરો 13 જુદા જુદા જિલ્લાઓમાં 4,000 માઇલથી વધુની મુસાફરી કરી નદીઓ ઓળંગી, લેન્ડસ્લાઇડ ક્રોસ કરી હિમાલયના પર્વતીય વિસ્તારોમાં પ્રવાસીઓ સુધી પહોંચ્યા હતા, જેઓ ડઝન જેટલા પર્વતીય નગરો, ગામડાઓ અને નેશનલ પાર્ક્સમાં પથરાયેલા હતા. 100 થી વધુ બ્રિટીશ પ્રવાસીઓને પાછા મેળવવા માટેનુ બચાવ મિશન લશ્કરી ચોકસાઈથી હાથ ધરવામાં આવ્યું હતું. કેટલાક કિસ્સાઓમાં તો સૈનિકો અને ડ્રાઇવરોને લાંબી અને જોખમી મુસાફરીને કારણે રસ્તાની બાજુમાં કેમ્પ લગાવી રાત ગુજારવાની ફરજ પડી હતી.
નોર્થ-વેસ્ટ નેપાળના મનાંગમાં અટવાયેલા એક બ્રિટીશ નાગરિક ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ દ્વારા આયોજિત ચાર્ટર ફ્લાઇટ પકડી શકે તે માટે રૉયલ લોજિસ્ટિક કોર્પ્સ, 29 રેજિમેન્ટના સાર્જન્ટ પ્રકાશ ગુરુંગે કાઠમાંડુથી સાડા નવ કલાકની મુસાફરી એકલપંડે કરી હતી અને બ્રિટીશ નાગરિકને કાઠમાંડુ લઈ આવ્યા હતા.
ઇરાકમાં ત્રણ વખત, પૂર્વ અફઘાનિસ્તાન, મિડલ-ઇસ્ટ, કેન્યા અને જર્મનીમાં ફરજ બજાવી ચૂકેલા સાર્જન્ટ ગુરુંગે જણાવ્યું હતું કે “મેં વોલંટીયર બનવાનું નક્કી કર્યું કારણ કે મને લાગ્યું કે તે મારી નોકરીનો એક ભાગ છે. ભયંકર પરિસ્થિતિમાં લોકોને મદદ કરવાથી મને આજબની સંતોષની ભાવના મળે છે. સંદેશાઓમાં લોકોએ જે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે તે મને આ પ્રકારના વધુ કાર્ય માટે પ્રોત્સાહિત કરે છે. ”
નેપાળમાંના એમ્બેસડર નિકોલા પોલિટે જણાવ્યું હતું કે “આવા અભૂતપૂર્વ સમયમાં બ્રિટીશ નાગરિકોને ઘરે પહોંચાડવા એ એક મોટો પડકાર છે. અમે યુકેમાં 700થી વધુ બ્રિટિશ પ્રવાસીઓને તેમના યુકેમાં રહેતા પરિવારો સાથે ફરી મેળાપ કરાવી શક્યા છીએ અને તે અમારી એમ્બ્સી અને ગુરખા ટીમની અથાક મહેનત વીના શક્ય ન હતુ.”
રોગ સામે રસી અને રસી માટે રેસ
ઓક્સફર્ડમાં કોરોનાવાયરસ સામે લડત આપવા સંભવિત રસી પરીક્ષણોમાંથી પસાર થઇ રહી છે ત્યારે સરકારે રસી માટેના સંશોધન પ્રોજેક્ટ્સને આંતરરાષ્ટ્રીય સ્તરે ભંડોળ આપવાનું ચાલુ રાખ્યું છે. કોવિડ-19 રોગચાળાનું કારણ બનેલા વાયરસ SARS-CoV-2 સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રસીકરણ માટેની શોધ પ્રથમ કેસ શોધાયો તે સમયથી જ થઇ ગઇ હતી.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રસીની શોધમાં યુકે વૈજ્ઞાનિક સંશોધનની શ્રેષ્ઠતા સાથે અગ્રણી ભૂમિકા ભજવે છે. તેનો અર્થ એ છે કે યુકે સરકાર કોવિડ-19ના વૈશ્વિક પ્રતિસાદને દોરવામાં મદદ કરી રહી છે. તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી કે ઑક્સફર્ડમાં સંભવિત રસી વિકસિત કરવામાં આવી છે અને તેની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કહ્યું હતું કે જો રસી અસરકારક થશે તો યુકે માટેના 30 મિલિયન ડોઝ સપ્ટેમ્બર સુધીમાં મળી શકશે.
ટ્રાયલ પીરીયડ
આ રસીના નિર્માણ અને વિતરણમાં મદદ કરતી ડ્રગ્સ બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકાએ તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે “એસ્ટ્રાઝેનેકા તાજેતરમાં જ યુકે સરકાર સાથે ઓક્સફર્ડ યુનિવર્સિટીના રસી બનાવવાના પ્રયત્નોમાં ટેકો આપવા માટે જોડાઈ છે. કંપની સપ્ટેમ્બરથી યુકેમાં સપ્લાય શરૂ કરશે અને રસીના ઉત્પાદન માટેની પ્રતિબદ્ધતા અને થઇ રહેલા એકંદર કામ માટે સરકારની આભારી છે.”
ઑક્સફર્ડમાં થઇ રહેલા ટ્રાયલ્સ હેડલાઇન્સમાં છે, પરંતુ યુકે, ડીપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ દ્વારા વિશ્વભરમાં થઇ રહેલા રસી નિર્માણના સમાન પ્રોજેક્ટ્સ માટે પ્રયત્નશીલ ઇન્ટરનેશનલ કોએલીએશન ફોર એપેડેમીક પ્રપેર્ડનેસ ઇનોવેશન્સ (CEPI)નું સમર્થન કરી £210 મિલિયનની સહાય આપી રહ્યું છે. CEPI પહેલાથી જ નવ સંભવિત રસીઓ અંગે સંશોધન કરી રહ્યું છે. ઑક્સફર્ડ યુનિવર્સિટી ટ્રાયલ્સની સાથે સાથે, ઇમ્પીરીયલ કૉલેજ ખાતે ટૂંક સમયમાં શરૂ થનાર રસી ટ્રાયલ માટે યુકે સરકારનુ વેક્સીન ટાસ્કફોર્સ ભંડોળ પૂરું પાડે છે.
રસી પહોંચાડવી
એકવાર સફળ રસી શોધાઇ જાય પછી તેને વૈશ્વિક સ્તરે પહોંચાડવી એ આગળનો પડકાર હશે. તેને મદદ કરવા માટે, યુકે, વિશ્વના 68 ગરીબ દેશોમાં રસી પહોંચાડનારા વૈશ્વિક રસી જોડાણ ‘ગાવી’માં આગામી પાંચ વર્ષ માટે વર્ષે £330 મિલિયન જેટલી રકમનું રોકાણ કરનાર છે. 4 જૂને, બોરીસ જ્હોન્સન વિશ્વના નેતાઓની વર્ચ્યુઅલ ગ્લોબલ વેક્સીન સમિટનું આયોજન કરનાર છે, જેથી વધુ દેશોને આવી સમાન પ્રતિબદ્ધતા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.