• ઉમેશ ભૂડિયા, યુએસએ દ્વારા

2020 – નવા દાયકાની શરૂઆત. લક્ષ્યો, આકાંક્ષાઓ અને ઇચ્છાઓને વ્યાખ્યાયિત અને કોડિફાઇ કરવાની અને તમે જે બનવા માંગો છો ત્યાં જવા માટે, તે લક્ષ્યોને હાંસલ કરવાની દિશામાં દરરોજ પોતાને વચન આપવાની તક. તે વર્ષની અધવચ્ચે, અને ઘણા લોકો માટે, તે ધ્યેયો અને સપનાઓનો કોઇ પણ વાંક ન હોવા છતાં તેના પર પ્રહાર કરવામાં આવશે. ઘણા લોકોએ પ્રિયજનો ગુમાવ્યાં હશે, નોકરીઓ અને આવક ગુમાવી હશે, અને વિશ્વ રોગચાળામાંથી સાજુ થઇ રહ્યું છે ત્યારે તેમાં કોઇ જ શંકા નથી કે આગળની મુસાફરી લાંબી અને મુશ્કેલ હશે. જો કે હવે, પહેલા કરતા વધારે, રાષ્ટ્રપતિ ઓબામાની જેમ, યુવાનો માટે ઇતિહાસની ચાંપ ઉપર હાથ મૂકવાની અને તેને વધુ સારા દિવસ તરફ વાળવાની તક છે.

વધુ સારા, ઉત્તમ, વધુ સમાન વિશ્વની શોધમાં, ત્યાં મૂળભૂત મૂલ્યો અને સિદ્ધાંતો છે જ્યાં આપણે બધા જ જીવી શકીએ અને આપણા દૈનિક જીવનમાં તેને સમાવિષ્ટ કરી શકીએ, જેથી આપણે આપણી જાત અને સમાજ પરત્વેની આપણી જવાબદારીઓને પૂરી કરી શકીએ. સત્ય, પ્રેમ અને કરુણા એવા સાર્વત્રિક સિદ્ધાંતો છે કે જેની હિમાયત ગુજરાતના નાના ગામમાં જન્મેલા અને રહેનારા નમ્ર, ઉમદા વ્યક્તિ મોરારી બાપુ તેમની 9-દિવસીય રામ કથાના પ્રવચનો દ્વારા 60 વર્ષથી કરી રહ્યા છે.

બાપુના ઉપદેશોએ વિશ્વભરના હજારો શ્રોતાઓ પર ઉંડી અસર કરી છે, આજના પુખ્ત વયના લોકો નાના બાળક તરીકે પ્રવચનોમાં હાજરી આપતા હતા અને આજે તેમના સંતાનો કથામાં હાજરી આપી બાપુના તે જ મૂલ્યો અને માર્ગદર્શન મેળવે છે. અને તે માર્ગદર્શન છે – બાપુ ક્યારેય તેમના અનુયાયીઓને કહેતા નથી કે તેમણે શું કરવું જોઈએ. તેના બદલે તે ઉપદેશોને બહાર કાઢવા અને સરળ બનાવવા માટે, રામચરિતમાનસ, ભાગવદ્ ગીતા અને અન્ય ગ્રંથોમાંથી સારાંશ કાઢી સામાન્ય શબ્દોમાં તે વ્યક્ત કરે છે જેથી આપણે તે ઉપદેશોને આપણા રોજિંદા જીવનમાં લાગુ કરી શકીએ.

બાપુ બધાને સ્વીકારે છે અને પ્રેમ કરે છે. તેમની ક્રિયાઓ દ્વારા, તેઓ તેમના રામચરિતમાનસને જેરૂસલેમ, વેટિકન સિટી અને એથેન્સમાં લઈ ગયા છે, અથવા ટ્રાંસજેન્ડર સમુદાય, સેક્સ વર્કર અને અસંખ્ય સખાવતી અને સામાજિક લાભદાયી પ્રોજેક્ટ્સના લાભ માટે પ્રવચનોનું પાઠ કરીને, તેમણે તેમનું આખું જીવન, શક્તિ અને પ્રભાવને સમર્પિત કરી દીધા છે. સમુદાયો, ધર્મો, સંપ્રદાયો અને જાતિઓને એક સાથે લાવવા, અને ભારત અને વૈશ્વિક સ્તરે બધા લોકોમાં શાંતિ અને સુમેળ કરવા બાપુએ પોતાનું આખું જીવન હોમી દીધું છે.

બાપુ માને છે કે દરેક ધર્મ સત્યના સિદ્ધાંતનું સમર્થન કરે છે, જોકે ઘમંડ તેને એક તરફ દોરી જાય છે અને માને છે કે તેમના સત્યનું સંસ્કરણ જ એક માત્ર સત્ય છે, જે સંઘર્ષ અને વિરોધાભાસ તરફ દોરી જાય છે. તેના બદલે, આપણે આપણા પોતાના સત્ય વિશે, પોતાની માન્યતાઓ વિશે દ્રઢ હોવા જોઈએ, પરંતુ વધુ સ્વીકાર્ય, સંયુક્ત, સહનશીલ સમાજનું નિર્માણ કરવા માટે અન્યના સત્યને પણ સ્વીકારવું જોઈએ અને આદર રાખવો જોઈએ.

ઘણા લોકો સાથે બાપુના ઉપદેશોનો પ્રસાર કરવાનું એક કારણ તે છે કે તેમણે ધર્મમાંથી ડરને કાઢ્યો છે. બાપુ નોંધે છે કે અંતિમ સર્વોત્તમ અસ્તિત્વ અથવા દિવ્યતા, બધામાં શામેલ છે, શાશ્વત છે અને સૌથી ઉપર તે કરુણાશીલ છે. આધુનિક દુનિયામાં જ્યાં આપણે માહિતીના પ્રવાહોથી ઉભરાઈ ગયા છીએ અને રોજિંદા દબાણ અને અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે બાપુનો સંદેશો સરળ છે, ધર્મ અને કડક ધાર્મિક વ્યવહારથી ડરશો નહીં, તેના બદલે ભગવાનના નામનુ સ્મરણ કરો. તે ગમે તે હોઈ શકે. તમે, અને તમારું જીવન સત્યની શક્ય એટલી નજીક રાખો, અન્ય પ્રત્યે પ્રેમ રાખો, અને બધા પ્રત્યે અનુકંપા રાખી કરુણા સાથે જીવવાનો પ્રયાસ કરો.

આપણે કદાચ આપણી જાતને દુનિયામાં લૉક કરી રાખેલી છે જેને આપણે બનાવી જ નથી, જોકે રોગચાળાએ આપણા જીવનનો માર્ગ ફરજિયાત બદલવા દબાણ કર્યું છે જેને આપણે એકવાર અગાઉ જાણતા હતા. હવે તે આપણા પર છે કે આ તકને પ્રગતિ તરફ લઇ જવી, ભૂતકાળની ભૂલોમાંથી શીખવું, પ્રતિબદ્ધતા સાથે આગળ વધવું અને તે સમાજ પર ધ્યાન કેન્દ્રિત કરવું જે જાતિ, રંગ, ધર્મ, લિંગ અથવા અન્ય પરિબળોના આધારે ભેદભાવ રાખતો નથી અને આપણા જીવનકાળ દરમિયાન વિશ્વને વધુ સારું સ્થાન બનાવવા માટે પ્રયત્નશીલ છે. બાપુ ઘણા લાંબા સમયથી હિમાયત કરી રહ્યા છે તે સત્ય, પ્રેમ અને કરુણાના મૂળ સિદ્ધાંતો દ્વારા જીવવું, જે નિ:શંક આ યાત્રામાં આપણને મદદ કરશે.