(ANI Photo)

ગુજરાતમાં મતદાર યાદીમાં ચાલી રહેલા ખાસ સઘન સુધાર (SIR)માં ખુલાસો થયો છે કે રાજ્યભરમાં 17 લાખથી વધુ મૃત મતદારો હજુ પણ હાલની મતદાર યાદીમાં સામેલ છે. મતદાર યાદીમાં સુધારાની કવાયત 11 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.

મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ની કચેરીના એક નિવેદનમાં જણાવાયું હતું કે આ કવાયત દરમિયાન એવું બહાર આવ્યું હતું કે રાજ્યભરમાં ૧૭ લાખ મૃત મતદારો હજુ પણ મતદાર યાદીમાં સામેલ છે. ૬.૧૪ લાખથી વધુ મતદારો તેમના સરનામાં પર ગેરહાજર જોવા મળ્યા હતાં. એવું નોંધાયું છે કે ૩૦ લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતર કરી ચૂક્યા છે. BLOને રીપીટેડે કેટેગરીમાં શ્રેણીમાં 3.25 લાખથી વધુ મતદારો મળ્યા છે. જેનો અર્થ એ થયો કે તેમના નામ એક કરતાં વધુ સ્થળોએ હતાં.

તેમાં જણાવાયું હતું કે છેલ્લા એક મહિનામાં 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા પાંચ કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરાયું છે. 33 જિલ્લાઓમાંથી મોટાભાગના જિલ્લામાં વિતરણની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ છે. પરત કરાયેલા ફોર્મનું ડિજિટાઇઝેશન કરવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 182 વિધાનસભા મતવિસ્તારોમાંથી 12માં ડિજિટાઇઝેશનનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને થરાદ, દાહોદ જિલ્લાના લીમખેડા અને દાહોદ (ST), અરવલ્લી જિલ્લાના બાયડ, રાજકોટ જિલ્લાના ધોરાજી, જસદણ અને ગોંડલ, જૂનાગઢ જિલ્લાના કેશોદ, ખેડા જિલ્લાના મહેમદાવાદ, આણંદ જિલ્લાના ખંભાત અને નવસારી જિલ્લાના જલાલપોરનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY