શ્રી લોહાણા મહાજન સમાજ લેસ્ટર દ્વારા લેસ્ટરમાં વસતા વૃદ્ધ અને નિર્બળ લોકોને નિ:શુલ્ક ટિફિન સેવા આપવામાં આવે છે. સંસ્થા દ્વારા લોકોને અને લેસ્ટર રોયલ ઇન્ફર્મરીના દર્દીઓને 300 ટિફિન્સ આપવામાં આવ્યા છે.

સંસ્થા દ્વારા સપ્તાહના સાતેય દિવસ સ્વાદિષ્ટ ખોરાક પૂરો પાડવામાં આવે છે. કોરોનાવાયરસ રોગચાળાના મુશ્કેલ સમયે સ્થાનિક સમુદાયને સમર્થન આપવા બદલ સંસ્થાને #TogetherWeCare એવોર્ડ માટે નોમીનેટ કરવામાં આવી છે.

સંસ્થા દ્વારા લેસ્ટરના સ્થાનિક સમુદાય, સ્થાનિક હોસ્પિટલોના દર્દીઓ અને કેટલાક કર્મચારીઓને કુલ 4300 નિ:શુલ્ક ટિફિન્સ પીરસવામાં આવ્યા હતા. દર વિકેન્ડમાં 600 ટિફિન બનાવીને સાત સપ્તાહ સુધી મોકલવામાં આવ્યા હતા. રસોઈ, પેકિંગ, ડિલિવરી અને પ્રોજેક્ટ માટે કુલ 40 સ્વયંસેવકોએ સેવા આપી હતી. વિવિધ બિઝનેસીસ અને વ્યક્તિઓ તરફથી અનાજ-કરિયાણું, લોટ, શાકભાજી, ફળ, તેલ અને નાણાકીય રૂપે દાન મળ્યું હતું. સંસ્થા દ્વારા જેમને સેવાઓ આપવામાં આવી હતી તેમાં એક વૃધ્ધ 99 વર્ષના પણ હતા જેઓ ભોજન મેળવી હંમેશા ખુશ રહેતા હતા.