તમારા કર્મનું સ્‍વરૂપ-પ્રકાર તમે જે કામ કરો કે પગલાં ભરો તે નથી. કર્મનો અર્થ કૃત્‍ય ‌ક્રિયા શૈલી પરંતુ આ ભૂતકાળના કર્મોનો સમૂહ તમે જે કૃત્‍યો કર્યા તેના કારણે નથી. તે તો તમારા સંકલ્‍પ – ઇરાદા તમારા મગજ થકી છે જેને કર્મ કહે છે.
જ્ઞાની પુરૂષ રામકૃષ્ણ એક વાર્તા કહેતા હતા. બે ‌મિત્રો દર શ‌નિવારની સાંજે એક ગ‌ણિકાના ઘેર જવા ટેવાઇ ગયા હતા. આવી એક સાંજે બં‌ને ‌મિત્રો ગ‌ણિકાના ઘર તરફ જઇ રહ્યા હતા ત્‍યારે રસ્‍તામાં એક આધ્‍યા‌ત્‍મિક સંવાદ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. એક ‌મિત્રે ગ‌ણિકાના ઘરે જવાનું માંડી વાળ્યું અને આધ્‍યા‌ત્‍મિક પ્રવચન સાંભળવાનું નક્કી કર્યું.

બીજો ‌મિત્રો તેને ત્‍યાં જ છોડીને ગ‌ણિકાના ઘરે ગયો. આધ્‍યા‌ત્‍મિક કાર્યક્રમમાં રોકાયેલા ‌મિત્રને બીજા ‌મિત્રના ‌વિચારો આવવા લાગ્‍યા. તેને થવા લાગ્‍યું કે તેનો ‌મિત્ર તેનું જીવન માણે છે અને પોતે અહીંયા (આધ્‍યા‌ત્‍મિકતામાં) ભરાઇ પડ્યો છે. તેને લાગ્‍યું કે આધ્‍યા‌ત્‍મિકતાના બદલે ગ‌ણિકાનો સહવાસ પસંદ કરનાર ‌મિત્ર વધુ હો‌શિયાર હતો.બીજી બાજુ ગ‌ણિકાના ઘરે ગયેલા ‌મિત્રને આધ્‍યા‌ત્‍મિક પ્રવચન સાંભળી મુ‌ક્તિના માર્ગે જવાનું પસંદ કરનારા ‌મિત્રનો ‌વિચાર આવ્‍યો. ગ‌‌ણિકાના સહવાસમાં પણ આવું ‌વિચારી રહેલા ‌મિત્રની સરખામણીએ આધ્‍યા‌ત્‍મિકતાની વચ્‍ચે ગ‌ણિકાના ઘરના ‌વિચારો કરનાર ‌મિત્ર ખરાબ કર્મોની પોટલી બાંધી રહ્યો છે તેમ કહેવાય.

આવા માણસે વેઠવું પડે છે નહીં કે બીજા માણસે. તમે ગ‌ણિકાના ઘરે ગયા છો તે કારણે તમે ચૂકવતા નથી પરંતુ તમે તે અંગેની લુચ્‍ચાઇના કારણે ચૂકવો છે. તમારે ગ‌ણિકાના ઘેર જવું છે પરંતુ તમે આધ્‍યા‌ત્‍મિકતા અપનાવશો તો તમે સ્‍વર્ગની નજીક જશો તેવો ‌વિચાર લુચ્‍ચાઇ છે અને આવી લુચ્‍ચાઇ તમને નરકમાં લઇ જશે. ગ‌ણિકાના ઘરે ગયેલો ‌મિત્ર માને છે કે આવી હાજરી કાંઇ કામની નથી અને કાંઇક બીજું ઝંખે છે માટે તેનું કર્મ સારું ગણાય આથી કહેવાય કે આમાં કૃત્‍ય માટે કાંઇ નથી.

હાલમાં તમે ‘સારું અને ખોટું’ માત્ર સામા‌જિક નૈ‌તિક મૂલ્‍યના કારણે ‌વિચારતા હો છો. આ સાચું છે કે ખોટું તેમ તમને તમારો જન્‍મજાત, કુદરતી કે સાહ‌જિક સ્‍વભાવ દ્વારા જણાવાતું નથી. ‘સાચું કે ખોટું’ તેવા કેટલાક ‌નિયમો સમાજે બનાવેલા છે અને નાનપણથી તેમ જ કહેવાતું આવ્‍યું છે કે જો તમે આવા ‌નિયમોનો ભંગ કરશો તો તમે ખરાબ બાળક છો. જો તમને એક વસ્‍તુ ગમે છે તો તમે તેના જેવા થાઓ છો. તમે જુગાર રમતા હો તો પણ, તમે તમારા માબાપ, પત્‍નીની હાજરી રમો કે ઘરમાં જુગાર શબ્દ બોલો તો પણ તે અનાદર જેવું લાગે. પરંતુ જેવા તમે તમારી પોતાની મિત્રોની ટોળકીમાં ભળો તે સાથે જુગાર શબ્‍દ સારો બની રહે છે.

જુગાર રમનારો પણ બીજા જુગારીઓની હાજરીમાં રમે નહીં તો તે જીવવાને લાયક નથી હોતો. આવી ‌સ્‍થિ‌તિ સર્વત્ર છે. તમે બધા ચોર હોવ તો તમારા માટે બધું સારું છે. ચોરોમાં શું તેઓ માને છે કે કોઇ લૂંટવાનું ખરાબ છે? તમે ‌નિષ્‍ફળ જાઓ છો ત્‍યારે તેઓ માને છે કે તમે ખરાબ ચોર છો અને આ ખરાબ કર્મ છે. બધી કા‌ર્મિક બાબતો માટે તમે કઇ રીતે ‌વિચારો છો તે અગત્‍યનું છે. તમે કઇ રીતે કામ કરો છો તે નહીં પરંતુ તમે તેને તમારા મગજમાં કઇ રીતે રાખો છો તે જ ક‌ર્મિક બાબત.

જીંદગી જે કાંઇ માંગે તે તમે કરો – તમારે યુદ્ઘ લડવાનું હોય તો તમે લડો – તે કર્મ નથી. કર્મ એ ભૌ‌તિક કૃત્‍ય નહીં પરંતુ દૃઢ સંકલ્‍પ દ્વારા બનતું હોય છે. આ એના જેવું છે કે કેટલાક મૂર્ખાઓએ કેટલાક ‌નિયમો બનાવ્‍યા હોય અને તમે આશા રાખો કે બધા માણસો ‌નિયમો પાળીને જીવે. આ અશક્ય છે. કારણ કે સમાજને તેનો સામા‌જિક અહમ્ ટકાવવા આ ‌નિયમોની જરૂર હોય છે.

સમાજને પણ તેનો પોતાનો અહમ્ હોય છે. પ્રત્‍યેક નાની નાની વાતે સમાજનો પણ ‌મિજાજ બદલાય છે અને દુઃખ કે નારાજગી અનુભવાતી હોય છે અને તે ખોટું પણ નથી. દાખલા તરીકે લઇએ તો અમે‌રિકામાં ઉનાળામાં લોકો ભાગ્‍યે જ બધા કપડાં પહેરતા હોય તેવા સમયે જો તમે આખા શરીરને ઢાંકીને ફરતા હો તો લોકો અપસેટ થઇને કહેશે કે અરે! આ શું કરે છે? તેણે આટલા બધા કપડાં કેમ પહેર્યાં છે? તેની સામે ભારતમાં પુરાં કપડાં ના પહેર્યાં તો લોકો અપસેટ થઇ જતાં હોય છે.

આ બંને ‌સ્‍થિ‌તિ સમાજના બે પ્રકારના અહમ્ છે કે જે ઘવાતા હોય છે અને તમારું કર્મ સામુહિક કર્મનો ભાગ બનતું હોય છે. તમે આ વાત ચોક્કસ ઉંડાણપૂર્વક સમજો તમે ઇચ્‍છું છું. સારા નરસાના તમારા ‌વિચારો તમને શીખવાડાયેલા હોય છે તમે જે સામા‌જિક વાતાવરણમાં જીવો છો અને ઉછરો છો તેમાંથી જ આવા ‌વિચારો તમને સાંપડે છે. કર્મ એ તમારા કૃત્‍ય નહીં પરંતુ જીવનના સંદર્ભમાં છે.
– Isha Foundation