Getty Images)

અમેરિકાનું બંધારણ જ્ઞાતિ કે જાતિના આધારે ભેદભાવને માન્યતા આપતું નથી. જાતિ, ધર્મ, લિંગ, વંશીય અથવા રાષ્ટ્રીયતાના આધારે ભેદભાવ પણ અહીં પ્રતિબંધિત છે. પરંતુ જાતિના આધારે નહીં. શા માટે? કારણ કે એક વર્ગ તરીકેની અમેરિકન પ્રજાસત્તાકના સ્થાપકો જાતિ અંગે અજાણ હતા. તે હવે ગયા અઠવાડિયે આવેલા સીમાચિહ્નરૂપ કેસને આભારી છે. કેલિફોર્નિયા સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ ફેર એમ્પ્લોયમેન્ટ એન્ડ હાઉસિંગે સિલિકોન વેલીની મોટી કંપની સિસ્કો કોર્પોરેશન સામે કેસ કર્યો છે.

તેણે કંપની પર જાતિ આધારિત ભેદભાવનો આરોપ મુક્યો છે. સિલિકોન વેલીમાં સિસ્કો અને અન્ય કંપનીઓ ભારતના હજ્જારો એન્જિનિયર્સ અને પ્રોફેશનલ્સને રોજગારી આપે છે. વિભાગે જણાવ્યું છે કે સિસ્કોએ 1964 ના નાગરિક અધિકાર કાયદા અને કેલિફોર્નિયાના પોતાના ફેર એમ્પલોયમેન્ટ એક્ટનું પણ ઉલ્લંઘન કર્યું છે. આ કેસમાં સિસ્કોના બે એન્જિનિયર મેનેજર્સના નામ પણ છે, તેમણે સિસ્કોમાં એક દલિત સાથી કર્મચારી સાથે ભેદભાવ કર્યો હતો. આ બંને સુંદર ઐયર અને રમાના કોમ્પેલ્લા છે. આરોપો મુજબ, તેઓ ઉચ્ચ જાતિના હોવાને કારણે તેમણે દલિત કર્મચારીને તેની બઢતી નકારી હતી અને તેમને ઓછા પગાર અને ઓછી તકો આપી હતી.

સિસ્કોમાં તેમના સહ-કાર્યકરો માટે તેમણે તેમની ‘દલિત’ જાતિનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું હતું કે, તેણે જાતિના ક્વોટાના આધારે આઈઆઈટીમાં પ્રવેશ મેળવ્યો હતો. તેઓ ઓફિસમાં જાતિવાદ વધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ અંગે સિસ્કોના એચઆર વિભાગમાં ફરિયાદો થઇ ત્યારે તેમની અવગણના કરવામાં આવી હતી.
સરકારનો આરોપ છે કે કર્મચારીને હેરાનગતિ, ભેદભાવ અને અપમાન સામે રક્ષણ આપવામાં સિસ્કો નિષ્ફળ ગઇ છે. તમે ખાનગી વાતચીતમાં પૂછશો તો અમેરિકામાં જાણીતા ન હોય તેવા આવા જાતિગત ભેદભાવ મોટા પ્રમાણમાં ફેલાયેલા છે.

ઇક્વાલિટી લેબ્સ નામની સંસ્થાને 2016માં એક સર્વેમાં જણાયું હતું કે 60 ટકા દલિતોને અપમાનજનક મજાક અથવા ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો અને 25 ટકા લોકોને તેમની જાતિને કારણે મૌખિક અથવા શારીરિક હુમલાના ભોગ બનવું પડ્યું હતું.ખાસ બાબત એ છે કે ભારતથી અમેરિકા આવનારા કુશળ ઇમિગ્રન્ટ્સમાં ઓછા લોકો દલિતો છે અને તેઓ અમેરિકા આવવા માટે વધુ મહેનત કરે છે. અને તેઓ જે અત્યાચારો દેશમાં વેઠવા પડે છે તેવી જ સ્થિતિ અહીં પણ રહે છે.

સંભવત તેમને વિદેશી ભારતીય સમાજથી દૂર રાખવામાં અથવા સાથી ભારતીયોથી દૂર રાખવામાં આવે છે. ન્યૂ યોર્કની કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવનારા ડો. બીઆર આંબેડકરે 1916 માં એક સેમિનારમાં કહ્યું હતું કે, ‘સૈદ્ધાંતિક અને વ્યવહારિક રીતે જાતિની એક વિશાળ સમસ્યા છે. વ્યવહારિક રીતે, તે એક એવી સંસ્થા છે જે જબરદસ્ત ચેતવણી આપે છે.

તે એક સ્થાનિક સમસ્યા છે, પરંતુ એક વ્યાપક ગેરવર્તન માટે સક્ષમ છે. ભારતમાં જાતિવાદ અસ્તિત્વમાં છે ત્યાં સુધી હિન્દુઓ ભાગ્યે જ લગ્ન કરી શકશે અથવા બહારના લોકો સાથે કોઈ સામાજિક સંબંધ રાખશે, અને હિન્દુઓ પૃથ્વી પરના અન્ય પ્રદેશોમાં સ્થળાંતર કરશે, તો ભારતીય જાતિ વ્યવસ્થા એક વૈશ્વિક સમસ્યા બની જશે.’ ત્રણ વર્ષ પહેલાં ભારતના એક અન્ય એન્જિનિયરે અમેરિકનો પર જાતિગત અત્યાચારની પીડાદાયક વાસ્તવિકતા વર્ણવી હતી. તેમનાં ‘એન્ટ્સ અમંગ એલિફન્ટ્સ’ પુસ્તકે ખૂબ ચર્ચા જગાવી હતી, ધૂમ મચાવી હતી અને તેનું નામ વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા 2017ના પ્રથમ 10 નોન-ફિક્શન પુસ્તકોમાં લેવાયું હતું.

સુજાતા ગિડલાએ તેની એન્જિનિયરીંગની ડિગ્રી વારંગલથી મેળવી હતી અને ઇસરો પ્રોજેક્ટ પર આઇઆઇટી મદ્રાસમાં સંશોધક તરીકે કામ કર્યું હતું. તે સોફ્ટવેરની જોબ માટે અમેરિકા આવી હતી, પરંતુ 2009 પછી ન્યૂ યોર્કમાં કંડક્ટર તરીકે કામ કરે છે. તે અમેરિકા આવી ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે પોતાની જીવનકથા કેવી વિશેષ છે. તે જન્મથી અસ્પૃશ્ય હતી, કારણ કે, તેની દાદીએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો. તેથી તેને મિશનરી સ્કૂલમાં અભ્યાસ કરવાની તક મળી હતી અને તે એન્જિનિયર બની શકી.

તેમનું પુસ્તક વાસ્તવિકતાની બાબત છે, પરંતુ તે જાતિવાદની પ્રથાની સર્વવ્યાપી ભયાનકતા દર્શાવે છે. તેણે મુશ્કેલી, સંઘર્ષ અને બલિદાનનું વર્ણન કર્યું છે. એક ઘટનામાં જ્યારે એક વિદ્યાર્થી તરીકે તેને તથા અન્યોને દલિત હોવાના કારણે અને સૂત્રોચ્ચાર કરવા બદલ પોલીસનો માર પડ્યો હતો અને તેમના પર ત્રાસ ગુજરાવામાં આવ્યો હતો.
તેના અંકલ કોમરેડ એસએમ માઓવાદી હતા અને ભૂગર્ભમાં હતા. તેના પરિવારને અવર્ણનીય નિર્દયતાનો સામનો કરવો પડ્યો. અને માત્ર અમેરિકા આવીને જ તે વાસ્તવિકતા સમજી ગઇ કે આવા અત્યાચાર સામાન્ય નથી અને તે સ્વીકારી લેવાય નહીં.

વંશ, જાતિ દેખાતી નથી, છતાં લોકો જાણે છે, કારણ કે તે બાળપણથી જ થોપાયેલું છે. તાજેતરમાં જ એક પિતાએ પોતાના દલિત જમાઇની હત્યાનું કાવતરૂં ઘડ્યું હતું, પછી તેને ન્યાયતંત્રે તેમને છોડી મુક્યા હતા. એ યુવાન વિધવા તેના પિતા સજા કરાવવા પ્રતિબદ્ધ છે. જાતિવાદી અત્યાચાર આપણી આસપાસ છે. આપણે જાતિ આધારિત રાજકારણને સામાન્ય સમજીને સ્વીકારી લીધું છે. અને હવે આંબેડકરની ભવિષ્યવાણી મુજબ તે સત્તાવાર રીતે અમેરિકાની સમસ્યા પણ બની ગઈ છે.