વાઇબ્રન્ટ ફૂડ્સે કોફ્રેશ સ્નેક ફુડ્સ ખરીદવાની જાહેરાત કરી છે

0
488
એએમજી ગૃપ દ્વારા આયોજીત કાર્યક્રમમાં એશિયન બિઝનેસ ઓફ ધ યર મિડલેન્ડ્સ 2018 એવોર્ડ કોફ્રેશ સ્નેક ફુડ્સને મળ્યો હતો. પ્રસ્તુત તસવીરમાં ડાબેથી બેરોનેસ સેન્ડી વર્મા, તત્કાલીન પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ, હાઉસિંગ, કોમ્યુનિટીઝ અને લોકલ ગવ. હિથર વ્હીલર, દિનેશ પટેલ, સ્થાપક અને અધ્યક્ષ, કોફ્રેશ સ્નેક ફુડ્સ, એએમજી - ઇસ્ટર્ન આઇના એડિટર ઇન ચિફ સ્વ. રમણીકલાલ સોલંકી સીબીઈ. ગ્રુપ મેનેજિંગ એડિટર, ઇસ્ટર્ન આઇ કલ્પેશ સોલંકી અને અન્ય મહેમાનો.

તાજેતરમાં એક્સ્પેંટર પ્રાઇવેટ ઇક્વિટી દ્વારા સ્થાપિત અને ટીઆરએસ ફૂડ્સ તથા ઇસ્ટ એન્ડ ફૂડ્સ બ્રાન્ડ્સનો સમાવેશ કરતા એથનીક ફૂડ્સ પ્લેટફોર્મ વાઇબ્રન્ટ ફુડ્સે તા. 3 જુલાઈ 2020ના રોજ કોફ્રેશ સ્નેક્સ ફુડ્સ (CSF)ને ખરીદી લીધું હતુ. જો કે તેમણે રકમ જાહેર કરી નથી. CSF યુકે અને યુરોપમાં દક્ષિણ એશિયાના એથનિક ફૂડ્ઝના અગ્રણી ઉત્પાદકો અને વિતરકોમાંના એક તરીકે વાઈબ્રન્ટ ફૂડ્સની સ્થિતિને આગળ વધારશે અને બજારની અગ્રણી ક્ષેત્રની બ્રાન્ડ્સના વધતા જતા પોર્ટફોલિયોમાં જોડાય છે.

19 જૂનના રોજ જાહેર કરાયા મુજબ, વાઇબ્રન્ટ ફૂડ્સ એક નવું ફૂડ્સ પ્લેટફોર્મ છે જે વિસ્તૃત એથનિક ફૂડ્ઝ અને આરોગ્યપ્રદ નાસ્તાના બજારમાં નોંધપાત્ર વૃદ્ધિની સંભાવનાને અનલૉક કરવાનો પ્રયત્ન કરે છે, કારણ કે આરોગ્ય પ્રત્યે સભાન ગ્રાહકો હવે ચણા, દાળ અને અન્ય કઠોળ સહિતના વધુ પ્લાન્ટ આધારિત પ્રોટીનનો વપરાશ કરી રહ્યા છે.

કોફ્રેશ સ્નેક્સ ફુડ્સ બે કી બ્રાન્ડ ધરાવે છે, એક યુકેમાં નંબર વન ભારતીય નાસ્તાની બ્રાન્ડ કોફ્રેશ, જે 200 થી વધુ પરંપરાગત ભારતીય ફરસાણ – નાસ્તાનું ઉત્પાદન કરે છે, અને બીજી બજારની અગ્રણી હેલ્ધી સ્નેકિંગ કંપની અને યુકેમાં પ્રથમ નંબરની ‘ફ્રી-ફ્રોમ’  સ્નેકિંગ બ્રાન્ડ ઇટ રીઅલ. જેઓ દાળ, હમસ અને ક્વિનોઆ ચિપ્સની એલર્જન ફ્રી કેટેગરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બંને બ્રાન્ડ્સ સ્થાપિત અને વફાદાર ગ્રાહકોનો આધાર ધરાવે છે અને પ્લાંટ બેઝ્ડ અને દાળ પર આધારિત પ્રોટીનયુક્ત નાસ્તાના માંગમાં થઇ રહલા વધારાનો લાભ મેળવે છે. 2019 સુધીમાં CSFનું છૂટક વેચાણ £75 મીલીયનને આંબી ગયું છે.

વાઇબ્રન્ટ ફૂડ્સ ખાતે કોફ્રેશ અને અન્ય બિઝનેસીસ વચ્ચેના સુમેળના કારણે કોફ્રેશ ગ્રાહકોને તેની ઓફર સુધારવા અને વિસ્તૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. 2014 માં લોન્ચ થયેલ લોકપ્રિય ઇટ રીઅલ બ્રાન્ડને પ્લાન્ટ બેઝ્ડ હોવાના કારણે નોંધપાત્ર વેગ મળ્યો છે જે બધા 14 ડીકલેર્ડ એલર્જનથી મુક્ત છે અને શુધ્ધ શાકાહારી, કોશર અને હલાલ માટે યોગ્ય છે. તે યુકેની સૌથી ઝડપથી વિકસતી તંદુરસ્ત સ્નેકિંગ બ્રાન્ડ્સમાંની એક છે, જે તેના ક્લાસિક અને નોન-ટ્રેન્ડ સ્વાદવાળા ઉત્પાદનો માટે જાણીતી છે.

1974માં યુકેમાં સ્થપાયેલ કોફ્રેશની બીજી પેઢીનો પટેલ પરિવાર કૌટુંબિક બિઝનેસ સંભાળે છે અને હવે તેઓ લઘુમતી ઇક્વિટી હોલ્ડર તરીકે વાઇબ્રન્ટ ફૂડ્સમાં ફરીથી રોકાણ કરશે.

આ અંગે કોફ્રેશ સ્નેક ફુડ્સના શેરહોલ્ડર અને મેનેજિંગ ડિરેક્ટર પ્રિયેશ પટેલે જણાવ્યું હતું કે, “વાઈબ્રન્ટ ફૂડ્સનો ભાગ બનવું તે અમારા ઇતિહાસમાં એક ઉત્તેજક નવા અધ્યાયનો પ્રારંભ કરી રહ્યો છે. અમારા ક્ષેત્ર માટે વૃદ્ધિની પ્રચંડ તકો છે, કારણ કે એથનિક અને આરોગ્યપ્રદ નાસ્તાની લોકપ્રિયતા વધતી જાય છે. અમારા ઉત્પાદનો બંને બજારોમાં સારી રીતે સ્થાપિત છે, અમારા કર્મચારીઓ અને સ્થાપકોના અવિરત કાર્ય માટે આભારી છીએ, તેમ જ હું યુકે અને વૈશ્વિક સપ્લાયરો, ગ્રાહકોનો પણ તેમના સમર્થન અને પ્રતિબદ્ધતા બદલ આભાર માનું છું. ડાયનેમિક ફૂડ ગૃપનો ભાગ બનવાથી અમને વિવિધ રીતે ફાયદો થશે.

વાઈબ્રન્ટ ફુડ્સના અધ્યક્ષ રોહિત સમાણીએ કહ્યું હતું કે “વાઇબ્રન્ટ ફૂડ્સમાં કોફ્રેશ સ્નેક ફુડ્સનું સ્વાગત કરતા અમને ખૂબ આનંદ થાય છે. તેની ઑથેન્ટીક અને ઉચ્ચ-ગુણવત્તાવાળી નાસ્તાની વ્યાપક શ્રેણી, દક્ષિણ એશિયાઈ સ્ટેપલ્સની અમારી હાલની પ્રોડક્ટને સાથ આપીને યુરોપમાં દક્ષિણ એશિયાના અગ્રણી ફૂડ પ્રોડ્યુસર તરીકે અમારી સ્થિતિને મજબૂત બનાવશે. ઇટ રીઅલ બ્રાન્ડ અમને આરોગ્ય પ્રત્યે સભાન મુખ્ય પ્રવાહના ગ્રાહકો સાથે સેતુ બાંધવામાં મદદ કરશે જેમના માટે આપણા કઠોળ પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીનનો આદર્શ સ્રોત છે.”

એક્સ્પોનન્ટના ભાગીદાર સાયમોન ડેવિડસને જણાવ્યું હતું કે ‘’ફ્રી-ફ્રોમ કેટેગરીનો વ્યાપ વધી રહ્યો છે અને પેક કરાયેલા નાસ્તા મજબૂત રીતે વધી રહ્યા છે. જેમ કે ઇટ રીઅલ – નંબર વન પ્લેયર છે. અમે બંને બ્રાન્ડની સંપૂર્ણ સંભાવનાને સમજવા માટે સીએસએફ અને વાઇબ્રન્ટ ફૂડ્સ મેનેજમેન્ટની ટીમો સાથે કામ કરવા રાહ જોઇ રહ્યા છીએ. ”