દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 37,724 નવા કેસ નોંધાયા છે અને તેની સાથે જ કુલ 11,92,915 થઈ ગઈ છે. જેમાં 4,11,133 એક્ટિવ કેસ છે. આ દરમિયાન 648 લોકોના મોત થઈ ગયા છે અને મૃત્યુઆંક વધીને 28,732 થઈ ગયો છે. દેશમાં અત્યાર સુધી 7,53,050 દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે. ભારતમાં અનેક રાજ્યોમાં કોરોનાને કારણે લોકડાઉન લાગુ છે. બિહાર, સિક્કિમ, નાગાલેન્ડ જેવા રાજ્યોમાં પૂર્ણ લોકડાઉન છે. પશ્ચિમ બંગાળમાં અઠવાડિયામાં બે દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે અને પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં વીકેન્ડમાં લોકડાઉન લાગુ કરવામાં આવે છે. દેશમાં 1 જૂનના રોજ કોરોના વાયરસના લગભગ 6,04,993 કેસ હતા જે 20 જુલાઈ સુધી વધીને 11 લાખે પાર પહોંચી ગયા હતા.