(PTI11-07-2020_000084B)

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતના ભાઈ અગ્રસેન ગહેલોતના ઘરે દરેડા પાડ્યા છે. ફર્ટિલાઈઝર કૌભાંડ મામલે ઈડી આજે અનેક જગ્યા પર દરોડા પાડ્યા છે. હાલમાંજ અશોક ગહેલોતના ભાઈ અગ્રેસન ગહેલોતનું નામ ફર્ટિલાઈઝર કૌભાંડમાં આવ્યું હતું. તેમના પર આક્ષેપ છે કે અગ્રેસન ગહેલોતે 2007થી 2009ની વચ્ચે ખેડૂતોના પૈસા પ્રાઈવેટ કંપનીઓને આપી દીધા હતા. તે સમયે કેન્દ્રમાં મનમોહન સિંહની સરકાર હતી અને રાજ્યામાં અશોક ગહેલોત મુખ્યમંત્રી હતા. ભાજપે આક્ષેપ કર્યો હતો કે, રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી અશોક ગહેલોતના ભાઈની કંપની કથિત રીતે સબ્સિડીવાળા ઉર્વરકની નિકાસ કરી જે ઘરેલૂ ઉપયોગ માટે હતું.