ભારતમાં કોરોનાની સ્થિતિવધુ ને વધુ વકરી રહી છે. દેશમાં ગુરૂવારે કોરોનાથી વધુ 794 દર્દીઓનાં મોત થતાં કુલ મૃત્યુઆંક 35,744 થયો હતો. આ સાથે ભારત મૃત્યુઆંકના સંદર્ભમાં વિશ્વમાં પાંચમા ક્રમે પહોંચી ગયું છે. વધુમાં ગુરૂવારે દેશમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 54,221 કેસ નોંધાયા હતા.
આ સાથે કોરોનાના કુલ કેસનો આંક પણ 16 લાખને પાર થઈ ગયો છે. દેશમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના નવા 1.50 લાખથી વધુ કેસ નોંધાયા હતા. દરમિયાન દિલ્હી અને મુંબઈમાં સીરો સરવે પછી ભારતમાં હર્ડ ઈમ્યુનિટીના કારણે કોરોનાથી છૂટકારો મળી જશે તેવી આશા જાગી હતી.
વિશ્વમાં કોરોનાની સ્થિતિપર નજર રાખતી વેબસાઈટ વર્લ્ડોમીટરના આંકડાઓ મુજબ કોરોનાથી મોતના સંદર્ભમાં ભારત વિશ્વમાં પાંચમા ક્રમે પહોંચી ગયું છે. ભારતમાં કોરોનાથી કુલ 35,783નાં મોત નીપજ્યાં છે.
ભારતની આગળ અમેરિકા (1.54 લાખ), બ્રાઝિલ (90,383), બ્રિટન (45,961) અને મેક્સિકો (45,361) છે. ભારત ઈટાલીને પાછળ રાખીને પાંચમા ક્રમે પહોંચ્યું છે. ઈટાલીમાં કોરોનાથી કુલ 35,132 લોકોનાં મોત નીપજ્યાં છે. ભારતમાં કોરોનાની સૌથી વધુ ગંભીર સ્થિતિમહારાષ્ટ્રમાં છે જ્યાં કોરોનાના કુલ 4.11 લાખથી વધુ કેસ છે જ્યારે મૃત્યુઆંક 14,729 થયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાનો પ્રસાર સૃથાનિક સ્તરે છે, પરંતુ સામુદાયિક સ્તરે નથી. ભારતમાં કુલ 739 જિલ્લામાંથી 50 જિલ્લામાં કોરોનાના 80 ટકા કેસ છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં સ્થિતિએકંદરે સારી છે.
ભારતમાં હર્ડ ઈમ્યુનિટીના સંદર્ભમાં વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે દિલ્હી-મુંબઈમાં હાથ ધરાયેલા સીરો સરવે પછી એમ કહી શકાય કે દેશમાં હર્ડ ઈમ્યુનિટીની સ્થિતિઆવી હોય તો પણ તે કેટલાક વિસ્તારો પૂરતી મર્યાદિત છે. સ્વાસ્થ્ય મંત્રાલયનું પણ કહેવું છે કે ભારત જેવી વિશાળ વસતીવાળા દેશમાં હર્ડ ઈમ્યુનિટી ક્યારેય એક વ્યૂહરચના હોઈ શકે નહીં.દેશ હાલમાં કોમ્યુનિટી સ્પ્રેડની સિૃથતિમાં નથી.
બીજીબાજુ કેન્દ્રીય મંત્રીલ હર્ષવર્ધને જણાવ્યું હતું કે, દેશમાં આગામી એક-બે મહિનામાં કોરોનાનું ટેસ્ટિંગ દૈનિક 10 લાખ સુધી વધારવાની સરકારની યોજના છે. હાલમાં ભારતમાં દૈનિક પાંચ લાખથી વધુ ટેસ્ટિંગ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતમાં કોરોનાથી રિકવરી રેટ 64 ટકાથી વધુ છે જ્યારે મૃત્યુદર 2.2 ટકા છે, જે વિશ્વમાં ઘણો નીચો છે.
દરમિયાન ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનના વિક્રમી 3,705 નવા કેસ નોંધાયા છે અને વધુ 57નાં મોત નીપજ્યાં છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ 81,039 કેસ નોંધાયા છે અને કુલ મૃત્યુઆંક 1,587 થયો છે. અયોધ્યામાં એકબાજુ રામ મંદિરના ભૂમિપૂજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેવા સમયે રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં થઈ રહેલો વિક્રમી વધારો ચિંતાજનક છે.
અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનની તૈયારીઓ વચ્ચે શ્રી રામજન્મભૂમિ પરિસરમાં મંદિરના પૂજારી પ્રદિપ દાસ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમની સાથે પરિસરમાં સલામતીની જવાબદારી સંભાળતા 16 પોલીસ જવાનો પણ કોરોના સંક્રમિત થયા છે. અયોધ્યામાં ત્રીજી ઑગસ્ટથી જ ભૂમિ પૂજનનો ભવ્ય કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે ત્યારે પૂજારી પ્રદિપ દાસ અને 16 પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવતાં તેમને ક્વોરન્ટાઈન કરાયા છે.