રિપ્લબિકન પાર્ટીના નેશનલ કન્વેન્શનમાં શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પને પાર્ટીના પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં આ કન્વેન્શનમાં સામેલ થયા અને એક્સેપટન્સ સ્પીચ આપી હતી. તેમણે કહ્યું કે, ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડેન્શિયલ ઉમેદવાર જો બાઈડન જીતશે તો અમેરિકામાં કોઈ સુરક્ષિત નહીં રહે. બાઈડન એક એવા નેતા રહ્યા છે જેમના લેફ્ટના લોકો એક્સ્ટ્રિમિસ્ટ રહ્યાનો રેકોર્ડ છે. જો તેઓ સત્તામાં આવશે તો અમેરિકામાં જોખમ વધી જશે, અહીં કાયદો ખતમ થઈ જશે.
ટ્રમ્પ દેશના પહેલાં એવા નેતા છે જેમણે કોઈ પાર્ટીના નેશનલ કન્વેન્શનમાં વ્હાઈટ હાઉસથી એક્સેપટન્સ સ્પીચ આપી છે. આ દરમિયાન તેમના હજારો સમર્થકો પણ વ્હાઈટ હાઉસની લોનમાં હાજર રહ્યા હતા. તેમના 1 કલાક 11 મિનિટના ભાષણમાં ટ્રમ્પે જ્યાં વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી પર નિશાન સાધ્યું અને ઈલીગલ ઈમિગ્રેશન, પેરિસ ક્લાઈમેટ અકોર્ડને ખતમ કરવા જેવા કામ ગણાવ્યા હતા. ટ્રમ્પે મહામારીને કાબૂ નહીં કરી શકવાનો વિપક્ષી પાર્ટીના આરોપ નકારી દીધા છે. તેમણે કહ્યું- અમે વાઈરસને હરાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે. લોકોને બચાવવા વાળી થિયરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ વર્ષના અંત સુધી અથવા તે પહેલા અમે વેક્સિન તૈયારી કરી દઈશું. કોઈએ નહોતું વિચાર્યું કે, આ વેક્સિન આટલી જલદી તૈયાર કરી લેવામાં આવશે. આપણે વાયરસ અને મહામારીને પહેલાની જેમ હરાવીશુ અને મજબૂતીથી તેમાં બહાર આવીશું. અમે સાયન્સ અને ડેટાની મદદથી તેને કાબુમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (NAFTA)ને ખતમ કરવું અથવા બદલવું શક્ય નહતું, પરંતુ મેં તેને ખોટું સાબિત કર્યું. આ વર્ષે મેં અમેરિકા મેક્સિકો કેનેડા એગ્રીમેન્ટ પર સાઈન કર્યું. હવે ઓટો કંપનીઓ અમેરિકામાં તેમના પ્લાન્ટ બનાવી રહ્યા છે. તેઓ અમેરિકન્સ સ્ટાફને કાઢતી પણ નથી અને દેશ છોડીને જતી પણ નથી.
મે ઈલીગલ માઈગ્રેન્ટસને રોકવા માટે ઘણાં પગલાં લીધા. મેક્સિકોની સીમા પર 300 મીલ લાંબી દિવાલ બનાવી. દર સપ્તાહે અંદાજે 16 કિમી દિવાલ બનાવવામાં આવતી હતી. ટ્રમ્પે કેનોશામાં અશ્વેત જૈકબ બ્લેકના સમર્થનમાં થઈ રહેલા પ્રદર્શન દરમિયાન પોલીસનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે પોલીસ તરફથી ખરાબ વર્તન થશે તો કાયદાને ખોટો ગણાવવામાં આવશે. જોકે અમે ક્યારેય એ સ્થિતિનો સામનો નથી કર્યો જે અત્યારે થઈ રહી છે. અમે ક્યારેય ભીડને મનમાની નહીં કરવા દઈએ.
રિપબ્લિક પાર્ટી ડેમોક્રેટ્સના શાસનવાળા શહેરો. કેનોશા, મિનિપોલિસ, પોર્ટલેન્ડ, શિકાગો અને ન્યૂયોર્કમાં થતી હિંસા, લૂંટ, આગના બનાવો અને રમખાણોની નિંદા કરીએ છીએ. ટ્રમ્પે તેમના સંબોધન દરમિયાન પોતાના નાના ભાઈ રોબર્ટ ટ્રમ્પને યાદ કર્યો હતો. ગયા સપ્તાહમાં રોબોર્ટનું મોત થયું હતું. ટ્રમ્પે કહ્યું- મારો ભાઈ રોબર્ટ અત્યારે પણ મને ઉપરથી જોઈ રહ્યો છે. તે એક શાનદાર ભાઈ હતો. મને તેણે કરેલા કામોનું ગર્વ છે. આવો આપણે એક મીનિટ તે વ્યક્તિને યાદ કરીએ જે આપણાં માટે લડ્યો, આપણી સાથે ઉભો રહ્યો. તેણે હંમેશા અમેરિકાના મૂલ્યોને બચાવવાનો પ્રયત્ન કર્યો.