LAKE CHARLES, LOUISIANA - AUGUST 27: Smoke is seen rising from what is reported to be a chemical plant fire after Hurricane Laura passed through the area on August 27, 2020 in Lake Charles, Louisiana . The hurricane hit with powerful winds causing extensive damage to the city. (Photo by Joe Raedle/Getty Images)

અમેરિકાના લુઈસિયાના અને ટેક્સાસમાં ભયંકર વાવાઝોડું ત્રાટક્યું છે. હવામાન વિભાગે તેને સદીનું સૌથી મોટું તોફાન ગણાવીને અતિશય ખતરનાકની કેટેગરીમાં મૂક્યું છે. 240 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તોફાની પવન ફૂંકાયો હતો. પાંચથી છ લાખ લોકોનું સૃથળાંતર કરાવાયું હતું. બે લાખ મકાનોમાં વીજળી ગૂલ થઈ હતી. અતિ ભારે વરસાદ અને પૂરની પણ શક્યતા વ્યક્ત થઈ છે. અમેરિકાના લુઈસિયાના અને ટેક્સાસમાં ભયંકર વાવાઝોડું ત્રાટક્યું છે. 2005માં ત્રાટકેલા કેટરિના કરતા પણ આ વાવાઝોડું વધારે ખતરનાક ગણાવાયું છે. તેની તીવ્રતા જોઈને અમેરિકાના હવામાન વિભાગે તેને કેટેગરી-4માં મૂકીને અતિશય જોખમીની શ્રેણીમાં મૂક્યું છે.

240 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. હજુ પણ તોફાની પવનની તીવ્રતા વધે તેવી આગાહી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ભારે વરસાદ અને પૂરની સિૃથતિ પણ સર્જાઈ શકે છે. દરિયામાં હાઈટાઈડની સિૃથતિ સર્જાતા લુઈસિયાના અને ટેક્સાસના લગભગ પાંચથી છ લાખ લોકોને સલામત સૃથળે ખસેડવામાં આવ્યા હતા. બે લાખ મકાનોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી એટલે લાખો લોકો અંધારપટ્ટમાં રહેવા મજબૂર બન્યા હતા. નેશનલ હેરિકેન સેન્ટરે બંને રાજ્યોના કેટલાય સૃથળોમાં ભારે વરસાદ અને પૂરની શક્યતા વ્યક્ત કરી તે પછી બંને રાજ્યોની સૃથાનિક સરકારી બોડીએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરીને લોકોને સલામત સૃથળે ખસેડયા હતા.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ લોકોને સાવધાન અને સલામત રહેવાની અપીલ કરી હતી. લુઈસિયાનામાં અગાઉ 1856માં એટલે કે 164 વર્ષ પહેલાં આટલું ખતરનાક તોફાન ત્રાટક્યું હતું. તે પછી લૌરા નામનું આ તોફાન સૌથી શક્તિશાળી અને ખતરનાક ગણાવાઈ રહ્યું છે. અમેરિકાના કાંઠે ટકરાયું તે પહેલાં લૌરા તોફાન કેરેબિયનમાં ત્રાટક્યું હતું. એમાં 24 લોકોના મોત થઈ ચૂક્યા છે. વાવાઝોડાંના કારણે લુઈસિયાનામાં ભૂસ્ખલનની ઘટના પણ નોંધાઈ હતી. બંને રાજ્યોમાં ઠેર-ઠેર ભૂસ્ખલનની ઘટના બને એવી પણ પૂરી શક્યતા છે. આ બંને ઉપરાંત અરકેન્સાસ અને ઓહાયોમાં પણ વાવાઝોડાની અસર થાય તેવી આશંકા છે.

આ બંને રાજ્યોના તટવર્તીય વિસ્તારોના લોકોને પણ સાવધાન કરાયા છે. અહેવાલોમાં દાવો થયો હતો કે 2005માં ન્યૂ ઓર્લિસમાં ત્રાટકેલા કેટરિના વાવાઝોડાં પછી આ સૌથી ખતરનાક વાવાઝોડું છે. કેટરિનામાં 1800 કરતાં વધુ લોકોના મોત થયા હતા. લૌરા એ સાતમું વાવાઝોડું છે, જે કોરોનાકાળ દરમિયાન ત્રાટક્યા છે. 2020માં અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં સાત-સાત વાવાઝોડાં ત્રાટકી ચૂક્યા છે અને એમાં હજુ બેનો ઉમેરો આગામી દિવસોમાં જ થશે. વાવાઝોડાની સિઝન શરૂ થઈ એ સાથે જ એક પછી એક વાવાઝોડાં અમેરિકાને ધમરોળી રહ્યાં છે.

મેક્સિનોથી હરનાન નામનું વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં છે. મેક્સિકોના શહેરોને ધમરોળીને આ વાવાઝોડું અમેરિકામાં આવશે. આ વાવાઝોડું 300 કિલોમીટર દૂર છે. આઈસેલી નામનું વાવાઝોડું પણ મંડરાઈ રહ્યું છે. મેક્સિકોથી 1000 કિલોમીટરના અંતરે સર્જાયું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. અમેરિકાના નેશનલ હેરિકેન સેન્ટરે કેલિફોર્નિયા જેવા રાજ્યોને સાવધાન રહેવાની સલાહ આપી છે.