Getty Images)

ભારતમાં ખેડૂતો અને મજૂરોની આત્મહત્યાના ચોંકવનારા આંકડા સામે આવ્યા છે. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના નવા ડેટા મુજબ, વર્ષ 2019માં 42,480 ખેડૂતો અને મજૂરોએ આત્મહત્યા કરી હતી. આ સંખ્યા વર્ષ 2018ના આંકડા કરતા 6 ટકા વધુ છે. ડેટા મુજબ, વર્ષ 2019માં 10,281 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી જ્યારે 2018માં 10,357 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.

છેલ્લા એક વર્ષમાં 32,559 મજૂરોએ આત્મહત્યા કરી હતી જ્યારે 2018માં આ આંકડો 30,132 હતો. દેશમાં કુલ આત્મહત્યાના 7.4 ટકા કેસ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેમાં ખેડૂતોની સંખ્યા 5,957 છે જ્યારે મજૂરોની સંખ્યા 4,334 છે. એનસીઆરબીના ડેટા મુજબ, આત્મહત્યા કરનારાઓમાં 5,563 પુરુષ ખેડૂત અને 294 મહિલા ખેડૂત હતી.

2018માં આ આંકડો 3,749 અને 575 હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, ઉત્તરાખંડ, મણિપુર, ચંદીગઢ, દીવ-દમણ, દિલ્હી લક્ષદ્વીપ અને પુડુચેરીમાં ખેડૂત અને મજૂરોની આત્મહત્યાની ઘટના નોંધવામાં આવી નથી. આંકડા મુજબ, આત્મહત્યાના કેસમાં બિહાર (44.7), પંજાબ (37.5), ઝારખંડ (25), ઉત્તરાખંડ (22.6) અને આંધ્ર પ્રદેશમાં 21.5 ટકાનો વધારો થયો છે.