(istockphoto)

બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શુક્રવાર, 30 જાન્યુઆરી 2026થી ત્રણ દિવસની 51 શક્તિપીઠ પરિક્રમાનો ભવ્ય પ્રારંભ થયો હતો. સવારે 9:30 કલાકે ભવ્ય પાલખી યાત્રા અને ધજા યાત્રા સાથે પરિક્રમાનો શુભારંભ થયો હતો.

2.5 કિલોમીટર લાંબા પરિક્રમા માર્ગ પર ભારત ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓ નિર્મિત કરાયેલી છે. ₹62 કરોડના ખર્ચે બનેલા આ માર્ગ પર માઈભક્તો પદયાત્રા અને પરિક્રમાના સંગમનો લાભ લેશે. આ પ્રસંગે સમગ્ર ગબ્બર પર્વત અને પરિક્રમા પથને આકર્ષક રોશનીથી ઝળહળતો કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આદિવાસી નૃત્ય, ઢોલ-નગારા અને લોક કલાકારો દ્વારા ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના દર્શન પણ કરાવવામાં આવશે.

આ પરિક્રમમાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવશે. ભક્તોને કોઇ અગવળતા ન પડે તે માટે વહીવટીતંત્રને તમામ પૂર્વતૈયારી કરી હતી. આ પરિક્રમા મહોત્સવ ત્રણ દિવસ સુધી એટલે કે 1 ફેબ્રુઆરી સુધી યોજાશે.

31 જાન્યુઆરીએ ત્રિશુલ યાત્રા અને પાદુકા યાત્રાનું આયોજન કરાયું છે. શક્તિપીઠ સંકુલોમાં પવિત્ર ‘શક્તિ યાગ’ (યજ્ઞ) અને પરિક્રમા સ્પર્ધા પણ યોજાશે. 1 ફેબ્રુઆરીએ જ્યોત યાત્રા, ચામર યાત્રા અને મશાલ યાત્રા સાથે મહોત્સવનું ભક્તિમય સમાપન થશે.

 

LEAVE A REPLY